GST ની ચોરી કરનારા તત્વોને ખુલ્લા પાડવા વેપારીઓ સજાગ બને : પાટણ કન્ઝ્યુમર ડિલસૅ એસોસિયેશન..

પાટણ કન્ઝ્યુમર ડિલસૅ એસોસિયેશન ની મહત્વની મીટીંગ મળી..

ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી એ વેપારીઓનાં નિણૅયને સરાહનીય લેખાવ્યો.

GST ની ચોરી કરનારા તત્વોને ખુલ્લા પાડવા વેપારીઓ સજાગ બને : પાટણ કન્ઝ્યુમર ડિલસૅ એસોસિયેશન..

પાટણ તા.૩
G.S.T.ની ચોરી કરનારા લે ભાગુઓ પાટણ શહેરમાં નાના વેપારીઓને લોભ લાલચમાં લાવી છેતરી ન જાય તે માટેની જાગૃતિ અર્થે મંગળવારના રોજ પાટણ કન્ઝયુમર્સ ડીલર્સ એશોસીએશનની જનરલ મીટીંગ અને જાગૃતિ અભિયાન અંતર્ગત બેઠક શહેરની કલાપી હોટલના કોન્ફરન્સ હોલ ખાતે મળી હતી.


આ મીટીંગ માં પાટણ કન્ઝયુમર્સ ડીલર્સ એશોસીએશન પાટણ દ્વારા ગત તા. ૨૮–૦૭–૨૦૨૨ના રોજ રીલાયન્સ રીટેઈલ લિમિટેડ (JIO)ના કર્મચારીઓ દ્વારા પાટણમાં નાના-નાના વેપારીઓના નામે તે ન વેચતા હોય તેવી વસ્તુઓનું બીલ તેમની જાણ બહાર બનાવી મોટા વેપારીઓને બીલ વગર માલ આપી તેમજ જે નામની દુકાન અસ્તિત્વમાં જ ન હોય તે નામના ખોટા કસ્ટમર આઈ.ડી. બનાવી તે નામે બીલ બનાવી તે માલ મોટા વેપારીઓને બારોબાર વેચી આડકતરી રીતે G.S.Tની ચોરી કરાતી હોય તેવી માહિતીને આધારે આ કંપનીની માલની ડીલીવરી કરતી ગાડી તેમજ તે સાથેના બીલો અને માલની તપાસ કરતા માલમ પડયું છે.

ત્યારે આવા ગેરરીતીભર્યા કામો કરતા કર્મચારીઓ દ્વારા પાટણના નાના વેપારીઓ લોભ-લાલચમાં આવી ભરમાઈ ન જાય તે આશયથી એસોશીયેશનની આજની જનરલ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હોવાનું એસોસિયેશન નાં સુત્રોએ જણાવ્યું હતું.


આ મીટીંગ માં તમામ કંપનીના ઓથોરાઈઝ ડીસ્ટ્રીબ્યુટર્સ અને ડીલર્સ દ્વારા પાટણ ગામના એકપણ નાના વેપારી સાથે આવા લેભાગુ લોભલાલચ આપી છેતરપીંડી કરી ન જાય તે બાબતે વેપારીઓને જાગૃત કરવા માટેનું અભિયાન ચલાવવાનું તેમજ G.S.T.ની ચોરી કરતા મોટા વેપારીઓની તપાસ માટે સરકારને જાણ કરી દેશહિતનું કાર્ય કરવાનું અને રીલાયન્સ રીટેઈલ લિમિટેડ (JIO) કંપનીના ઉચ્ચ અધિકારીઓને આવા કર્મચારીઓ બાબતે સજાગ કરી ભવિષ્યમાં કોઈની સાથે મોટી નાણાંકીય કે અન્ય ગેરરીતિ ન થાય તે બાબતે ધ્યાન દોરવાનું સવૉનુમતે નક્કી કરવામાં આવ્યું હતું. આ સિવાય એસોશીયેશનના પ્રમુખ દ્વારા દરેક વેપારી મિત્રોને માત્ર કંપનીએ અધિકૃત કરેલ ડિસ્ટ્રીબ્યુટર્સ, ડીલર્સ પાસેથી જ માલ ખરીદવા માટેની નમ્ર અપીલ કરવામાં આવેલ હતી.


આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ અને માં સરસ્વતી સેવા સમિતિ નાં દશૅકભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલે GST ની ચોરી કરનારા તત્વોને ખુલ્લા પાડવા વેપારીઓ દ્વારા લેવામાં આવેલા નિણૅય ને સરાહનીય લેખાવ્યો હતો. આ પ્રસંગે પાટણ કન્ઝ્યુમર ડિલસૅ એસોસિયેશન દ્વારા આયોજિત મીટીંગ માં ઉપસ્થિત રહેલા કે.સી.પટેલ અને દશૅકભાઈ ત્રિવેદી નુ એસોસિયેશન દ્વારા સન્માન કરી નવાજવામાં આવ્યા હતા.


આ મીટીંગ માં પાટણ કન્ઝ્યુમર ડિલસૅ એસોસિયેશન નાં પ્રમુખ આશિષભાઈ સાલવી, મંત્રી જયેશભાઇ પારેખ, ખજાનચી જીતેન્દ્રભાઈ પટેલ, ઉપપ્રમુખ રાજેશભાઈ ઠક્કર, સહમંત્રી ઉદયભાઈ પટેલ સહિત કારોબારી સભ્યો, વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.