આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન માં સહભાગી બનતા પ્રવિણભાઇ ડાભી..

કચ્છી માંડવી દાબેલી વાળા અને લાયન્સ કલબ નાં સેવાભાવી સભ્ય એ પોતાના ધંધાના સ્થળે અને નિવાસ સ્થાને તિરંગો લહેરાવ્યો..

દરેક હિન્દુસ્તાની એ રાષ્ટ્રની આન બાન અને શાન સમાન તિરંગા ને લહેરાવવા અપીલ કરવામાં આવી..

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન માં સહભાગી બનતા પ્રવિણભાઇ ડાભી..

પાટણ તા.૩.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી તા.૧૩ ઓગસ્ટ થી તા.૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.ત્યારે પાટણ ની સેવાકીય સંસ્થા લાયન્સ કલબ ઓફ પાટણ નાં સેવાભાવી સભ્ય અને શહેરની મશહૂર કચ્છી માંડવી દાબેલી વાળા પ્રવિણભાઇ ડાભી દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવાર થી જ પોતાની દુકાન અને મકાન ઉપર તિરંગો લહેરાવવા ની સાથે સાથે પોતાના મોબાઈલ નુ ડીપી પણ તિરંગા નાં ચિન્હ થી અંકિત કરી આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી માં સહભાગી બન્યા હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.


આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી અંતર્ગત આયોજિત હર ઘર તિરંગા અભિયાન માં દરેક હિન્દુસ્તાની એ સહભાગી બનવા પોતાના ધંધાના સ્થળે અને પોતાના નિવાસસ્થાને રાષ્ટ્રની આન બાન અને શાન સમા તિરંગાને લહેરાવવા તેઓએ અપીલ કરી હતી.