ગરબા પાસ ઉપર લગાવેલ 18% GST મામલે આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ પ્રદશૅન કરાયો..

ગરબા પાસ ઉપર લગાવેલ 18% GST મામલે આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ પ્રદશૅન કરાયો..

શહેરના ગાંધી બાગ ખાતે થી રેલી યોજી બગવાડા ચોક માં ગરબા રમી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા..

આમ આદમી પાર્ટીના અનોખા વિરોધ પ્રદશૅન ને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો..

પાટણ તા.3
ગુજરાત સરકાર દ્વારા નવરાત્રી ગરબા મહોત્સવ ના પાસ ઉપર 18 % GST લગાવતા ખૈલયાઓમા નારાજગી જોવા મળી રહી છે અને સરકાર દ્વારા આ નિર્ણય ને રદ્ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ત્યારે સરકારના ગરબા પાસ પર લગાવેલ 18% GST ના વિરોધ મામલે બુધવારના રોજ પાટણ આમ આદમી પાર્ટી દ્વારા શહેરના ગાંધીબાગ થી બગવાડા દરવાજા સુધી રેલી કાઢી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.


આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત આ રેલી ગાંધીબાગ થી નીકળી બગવાડા ખાતે પહોંચી ગરબા રમીને અનોખો વિરોધ પ્રદર્શિત કરી હિન્દુત્વની નકલી ઠેકેદાર ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કરવામાં આવ્યા હતા.
બગવાડા દરવાજા ખાતે આમ આદમી પાર્ટી ના વિરોધ પ્રદર્શન ને લઈને કોઈ અનિચ્છનિય ઘટના ન ધટે તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.


આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં પ્રદેશ વેપારી સેલ સહ મંત્રી ઉત્તમ ડોડીયા, પાટણ લોકસભા પ્રમુખ પ્રશાંતભાઇ ચૌધરી, પાટણ જિલ્લા પ્રમુખ દેવેન્દ્રભાઈ પટેલ, પાટણ વિધાનસભા સંગઠન મંત્રી સ્વયં સાલવી, પાટણ વિધાનસભા સંગઠન મંત્રી નિકેશ ઠાકોર, પાટણ વિધાનસભા સંગઠન મંત્રી પ્રભાતસિંહ ઠાકોર સહિત હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.