કોરોના વોરિયર્સ અને પાટણ તાલુકા હેલ્થ ઓફિસર તરીકે પ્રસંસનિય ફરજ બજાવનાર સ્વ. ડો.ગૌરાગ સોલંકી ને શ્રધ્ધા સુમન સમર્પિત કરાયા..

મૌન કેન્ડલ રેલી, વૃક્ષારોપણ, ચબુતરો નું લોકાર્પણ કરી સ્વ.ડો.ગૌરાગ સોલંકીની ફરજ ને કલેકટરે બિરદાવી..

કોરોના વોરિયર્સ અને પાટણ તાલુકા હેલ્થ ઓફિસર તરીકે પ્રસંસનિય ફરજ બજાવનાર સ્વ. ડો.ગૌરાગ સોલંકી ને શ્રધ્ધા સુમન સમર્પિત કરાયા..

પાટણ તા.૪
પાટણમાં તાલુકા હેલ્થ ઓફિસર તરીકે સંનિષ્ઠ સેવાઓ આપનાર અને બદલી મેળવી અમદાવાદ સિવિલ ખાતે ફરજ બજાવતા મૂળ પાટણ નાનીસરાય ના વતની ડો. ગૌરાંગ આર.પરમારના આકસ્મિક દુઃખદ નિધન નિમિત્તે પાટણ આરોગ્ય પરિવાર દ્વારા તેમની સ્મૃતિમાં મૌન કેન્ડલ રેલી, શ્રદ્ધાંજલિ- શોકસભા, વૃક્ષારોપણ અને પક્ષીઓ માટેના ચબૂતરાનું લોકાર્પણ જેવા કાર્યક્રમોનું આયોજન કરી ડો. ગૌરાંગ આર. પરમારને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.


પાટણ ખાતે તાલુકા આરોગ્ય અધિકારી (ટીએચઓ) તરીકે કોરોનાકાળમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર ડો. ગૌરાંગ આર. પરમારનું તા.૧૯-૭-૨૦૨૨ ના રોજ હૃદયરોગના હુમલાથી આકસ્મિક અવસાન થયું હતું., જેમની સ્મૃતિમાં પાટણ આરોગ્ય પરિવારના ઉપક્રમે વિવિધ કાર્યક્રમો આયોજિત કરાયા હતા, જેમાં સિવિલ હોસ્પિટલ ખાતેથી સાંજે કેન્ડલ રેલી યોજાઈ હતી, જે જ્ઞાનબાઈ પ્રસૂતિગૃહ કેમ્પસમાં આવેલ તાલુકા હેલ્થ ઓફીસ ખાતે પહોંચી હતી. કેન્ડલ રેલીમાં મોટી સંખ્યામાં આરોગ્યના અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા.


તાલુકા હેલ્થ ઓફિસ કેમ્પસ ખાતે રેલી પહોંચ્યા બાદ અહીં શોકસભા યોજાઈ હતી,જેમાં જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીએ હાજરી આપી પુષ્પાંજલી અર્પણ કરી ડો. ગૌરાંગ પરમારની આરોગ્ય અધિકારી તરીકેની જાગૃતિ, પોઝીટીવ એપ્રોચ, ટીમવર્ક સાથેની કાર્યશૈલી અને નિષ્ઠાપૂર્વકની સેવાઓને યાદ કરી બિરદાવી હતી.
ખાસ કરીને કોરોના મહામારીના સમય દરમ્યાન ડો. પરમારે ખડેપગે રહીને કોરોના ટેસ્ટિંગ, રસીકરણ તેમજ અન્ય ક્ષેત્રે સતત સક્રિય રહીને તેમણે બજાવેલ સેવાઓના સંસ્મરણો કલેકટરએ યાદ કર્યા હતા અને લોકસેવાની ઉમદા ભાવના ધરાવતા ડો.ગૌરાંગ પરમારના આકસ્મિક નિધનથી સમાજે એક નિષ્ઠાવાન કર્મનિષ્ઠ તબીબ ગુમાવ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત કલેકટરે તમાંમ કર્મચારીઓને સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા કેળવવા અને સમયાંતરે રેગ્યુલર મેડિકલ હેલ્થ ચેક અપ કરાવવા હિમાયત કરી હતી.


આ પ્રસંગે કલેકટર તેમજ પ્રાંત અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના હસ્તે તાલુકા હેલ્થ ઓફીસ કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ પૂર્વ ટીએચઓ સ્વ. ડો. ગૌરાંગ પરમારની યાદમાં તાલુકા હેલ્થ ઓફિસ પાટણ ખાતે નિર્મિત ચબૂતરાનું કલેકટરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કલેકટર, પ્રાંત અધિકારી સચિનકુમાર, સીડીએચઓ ડો. વિષ્ણુ પટેલ, ઇ. સિવિલ સર્જન ડો.ઠકકર, ટીએચઓ ડો. અલ્કેશ સોહેલ સહિત જિલ્લાના આરોગ્ય અધિકારીઓ,આઈસીડીએસ ના ગૌરીબેન સોલંકી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પરમાભાઈ નાડોદા, મહેન્દ્રભાઈ મકવાણા, પાટણ એનજીઓના કન્વીનર યતીન ગાંધી, કોર્પોરેટરો બિપીન પરમાર, ગોપાલ રાજપૂત, નટુભાઈ દરજી, બાબુભાઈ પ્રજાપતિ, મુકેશ દેસાઈ, મધુબેન સેનમાં, ડો.અતુલ અગ્રવાલ, ઈશ્વરભાઈ એલ. પરમાર સહિત અગ્રણી નાગરિકો, આરોગ્ય, પેરા મેડિકલ સ્ટાફ, ડો.ગૌરાંગ પરમારના ભાઈ મનીષ, વિલાસ, સવજીભાઈ, મધુબેન સહિત પરિવારજનોએ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પી હતી.