સરકારી કૉલેજ હારીજમાં પ્રથમ વર્ષ માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ ઉજવાયો..

સરકારી કૉલેજ હારીજમાં પ્રથમ વર્ષ માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ ઉજવાયો..

પાટણ તા.૫
સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ હારીજમાં દર વર્ષે કૉલેજમાં પ્રથમ વર્ષ માં પ્રવેશ મેળવનાર એફ. વાય.બી.એ. અને બી. એસ. સી.ના વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે જે અંતગર્ત ગુરૂવારના રોજ કોલેજ માં પ્રથમ વર્ષ માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રવેશોત્સવ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સાથે વિવિધ પ્રકારનું જ્ઞાન મળે એ માટે શિક્ષણ વિભાગના જુદા જુદા પ્રકલ્પોની માહિતી આપીને પ્રોત્સાહન પૂરું પાડવાનો હતો.


આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ગાંભોઈના આચાર્ય ડૉ. તૃષાબેન દેસાઈ એ ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રસંગોચિત સંબોધિત કર્યા હતા. હારીજ કૉલેજમાં ચાલતા વિવિધ પ્રકલ્પો જેવા કે એન. એસ. એસ. સપ્તધારા, ફિનિશીંગ સ્કૂલ, SSIP, ઇનોવેશન ક્લબ, ઉદ્દીશા તેમજ પ્લેસમેન્ટ ફેર વિશે ડૉ. કશ્યપ ત્રિવેદીએ માહિતી આપી હતી. કૉલેજમાં ફરજ બજાવતા વિવિધ વિષયના અધ્યાપકો અને તેમના ક્ષેત્રકાર્ય વિશે ડૉ. મયુર પટેલ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. કૉલેજના આચાર્ય ડૉ. મનીષાબેન શાહ દ્વારા પધારેલ મહેમાનનો પરિચય આપીને નવો પ્રવેશ મેળવનાર વિધાર્થીઓને આવકારી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કૉલેજ હંમેશા તત્પર હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. કમલેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આભાર વિધિ પ્રા.કશ્યપ રાચ્છ દ્વારા કરવામાં આવી હતી.