પાટણમાં બનેલ મડૅર કેસ ના આરોપીઓને ગણતરી નાં કલાકોમાં ઝબ્બે કરતી એલસીબી પોલીસ..

પાટણમાં બનેલ મડૅર કેસ ના આરોપીઓને ગણતરી નાં કલાકોમાં ઝબ્બે કરતી એલસીબી પોલીસ..

આરોપીઓને એ ડીવીઝન પોલીસ ને સોંપાતા પોલીસ મથકે લોકો નાં ટોળા ઉમટ્યા..

પાટણ તા.5
પાટણ શહેરમાં ગુરૂવારની સવારે શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં મામા ફોઈ નાં છોકરા વચ્ચે જુની અદાવતને લઈને થયેલી ઉગ્ર બોલાચાલી બાદ ફોઈના દિકરા સહિતના ઈસમો દ્વારા ઉશ્કેરાઈ જઈ મામાના દીકરા ઉપર છરી સહિતના હથીયારો સાથે હિચકારો હુમલો કરી તેની નિમૅમ હત્યા કરી આરોપીઓ ભાગી છુટયા હતા જે આરોપીઓને ઝડપી લેવા પોલીસે જુદી જુદી ટીમો કામે લગાડી હતી. ત્યારે પાટણ એલસીબી ટીમે હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને બનાવના કલાકોમાં ઝબ્બે કરી એ ડિવિઝન પોલીસ ને સોંપવામાં આવતા લોકો નાં ટોળા એ ડિવિઝન પોલીસ મથકે ઉમટી પડ્યા હતા.


આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં ગુરૂવારે સવારે બનેલા મડૅર નાં બનાવની પાટણ સીટી એ ડીવીઝન પો.સ્ટે. માં ફરિયાદ નોંધી ગુનાને અંજામ આપનાર આરોપીઓને ઝડપી લેવા જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ દ્વારા સુચના કરાતા પાટણ એલસીબી પીઆઇ આર.કે.અમીન ના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કરી ટેકનીકલ સર્વેલન્સ તથા ટેલીફોનીક લોકેશન તેમજ મળેલ હકિકત આધારે આરોપીઓ પટણી રમેશભાઇ કરશનભાઇ,પટણી રોહિતભાઇ રમેશભાઇ,પટણી વિશાલભાઇ રમેશભાઇ અને પટણી રાજેશભાઇ રમેશભાઇ તમામ રહે પાટણ, છીડીયા દરવાજા, વેરાઇ ચકલા, આઠબાઇ માતાના મંદિર પાસે તાજી પાટણ વાળાઓને ઝબ્બે કરી પાટણ સીટી એ. ડીવીઝન પો.સ્ટે સોપવામાં આવતા લોકો નાં ટોળા એ ડિવિઝન પોલીસ મથકે ઉમટી પડ્યા હતા.એ ડિવિઝન પોલીસ દ્વારા આ ગુનાની આગળની તજવીજ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.