પાટણ થી વડનગર જવા પ્રસ્થાન પામેલ શ્રી બ્રહ્માણી માતાજી પગપાળા યાત્રા સંધ ભક્તિ સભર માહોલમાં વડનગર પહોંચ્યો..

કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી નાં સાનિધ્યમાં હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો સાથે ભક્તોએ રાસ ગરબાની રમઝટ બોલાવી..

પાટણ પ્રજાપતિ સમાજના ઢોલકાવાળા-ધોરખોદિયા પરિવારે કુળદેવી માતાજીના દશૅન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી..

પાટણ થી વડનગર જવા પ્રસ્થાન પામેલ શ્રી બ્રહ્માણી માતાજી પગપાળા યાત્રા સંધ ભક્તિ સભર માહોલમાં વડનગર પહોંચ્યો..

ધર્મ ની નગરી પાટણ શહેરનાં લોકો માં દેવી-દેવતા ઓમા અખૂટ શ્રધ્ધા ભક્તિ સમાયેલી છે ત્યારે પાટણ પ્રજાપતિ સમાજના ઢોલકાવાળા-ધોરખોદીયા પરિવારજનો પણ કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી માં અનન્ય શ્રદ્ધા ધરાવતા હોય પરિવાર દ્વારા અવાર નવાર ધાર્મિક ઉત્સવો સાથે પગપાળા યાત્રા સંધ નું આયોજન કરી કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી નાં આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવતા હોય છે.
શ્રાવણ સુદ સાતમને ગુરુવારના પવિત્ર દિવસે ઉપરોક્ત પરિવારના શ્રધ્ધાળુઓ દ્વારા પાટણ થી વડનગર સ્થિત કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી નાં મંદિર સુધી ભક્તિ સંગીતના સુમધુર સુરો સાથે પગપાળા યાત્રા સંધ પ્રસ્થાન પામતાં મોટી સંખ્યામાં પરિવાર નાં વડીલો, ભાઈઓ બહેનો અને બાળકો આ યાત્રા સંધ માં કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી નાં જય જય કાર સાથે જોડાયા હતા.
પાટણથી મેઘરાજાની રીમઝીમ વષૉ વચ્ચે પ્રસ્થાન પામેલ આ સંધ શનિવારના રોજ વડનગર મુકામે શ્રી બ્રહ્માણી માતાજી નાં મંદિર પરિસર ખાતે પહોંચતા ભાવિક ભક્તો દ્વારા પદયાત્રીઓ નું ભવ્ય સ્વાગત સાથે સામૈયું કરી આવકારવામાં આવ્યો હતો.


પાટણથી વડનગર સુધી પહોંચેલા પદયાત્રીઓ દ્વારા કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી નાં મંદિર પરિસર ખાતે હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો વચ્ચે રાસ ગરબા ની રમઝટ બોલાવી કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી નાં રૂડાં આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
પાટણ થી વડનગર સુધી આયોજિત કરવામાં આવેલ આ પગપાળા યાત્રા સંધ માં જોડાયેલા ભાવિક ભકતો ને પદયાત્રા નાં માગૅ પર કોઈ પણ પ્રકારની અગવડ ઉભી ના થાય તે માટે પરિવાર નાં યુવાનો દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.

369News ફેસબુક પેજને લાઈક કરો👍🏻

https://www.facebook.com/369News-109979724649332/

369news વૉટ્સએપ પર ગ્રુપ જોઇન કરવા લિન્ક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/FIdSseEc95ZEXZsLDyJonl