૨૦૨૨ ની ચુંટણી માં પાટીદાર સમાજ ભાજપથી અળગો રહી કોંગ્રેસ ને સત્તાનું સુકાન સોપવા કામ કરશે : ચંદનજી ઠાકોર..

૨૦૨૨ ની ચુંટણી માં પાટીદાર સમાજ ભાજપથી અળગો રહી કોંગ્રેસ ને સત્તાનું સુકાન સોપવા કામ કરશે : ચંદનજી ઠાકોર..

કાતરા ગામે નવીન રોડના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત પાટીદાર સમાજ ની ૫૦૦ મહિલાઓ સહિત ભાજપના આગેવાનો,કાયૅકરો કોંગ્રેસ માં જોડાયા..

કોંગ્રેસ નો પંજો ગ્રહણ કરનાર પાટીદાર મહિલાઓ સહિત આગેવાનો,કાયૅકરો ને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકારતા સિદ્ધપુરના ધારાસભ્ય..

પાટણ તા.૭
પાટણ જિલ્લા નાં સરસ્વતી તાલુકા ના કાતરા ગામે રવિવારે સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર નાં અધ્યક્ષ સ્થાને નવીન રોડ નું ખાતમુહૂર્ત કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કાતરા ગામ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો માંથી મોટી સંખ્યામાં દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


સિધ્ધપુર ધારાસભ્ય ના અધ્યક્ષ સ્થાને આયોજિત નવિન રોડ નાં ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા ભાજપ મહિલા મોરચાના પાટીદાર મહિલા મહામંત્રી સહિત ની પાટીદાર સમાજ ની ૫૦૦ થી વધુ બહેનો તેમજ અન્ય સમાજના ભાજપના કાર્યકરો, આગેવાનો એ ભારતીય જનતા પાર્ટી થી નારાજ થઈ ને વિધીવત રીતે કોંગ્રેસ પાર્ટી માં જોડાતા સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરે તમામ મહિલા હોદ્દેદારો સહિત ભાજપ નાં આગેવાન,કાયૅકરો ને કોંગ્રેસ પાર્ટી માં આવકાર્યા હતા.


ભાજપ થી નારાજ બની કોંગ્રેસ માં જોડાનાર આગેવાનો અને કાર્યકરો સહીત મહિલાઓના ભાજપ છોડવાનું કારણ જણાવતાં સિધ્ધપુર નાં ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે આ ભાજપ સરકાર ગુજરાત સહિત સમગ્ર દેશ માં જે પ્રમાણે શાશન કરી રહી છે, જે પ્રમાણે દિવસે દિવસે મોંધવારી વધી રહી છે, પાટીદાર આંદોલન સમયે પરિવારના ૧૧ યુવાનો એ શહિદી વહોરવી પડી છે અને તેઓની સહિદી સહન થઇ શકે તેમ નથી ત્યારે આગામી ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજ ભાજપને જાકારો આપી કોંગ્રેસ ને સતા નુ સુકાન સોંપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.


સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર ની ઉપસ્થિતિમાં ભાજપ નો ભગવો છોડી કોંગ્રેસ નો પંજો ગ્રહણ કરનાર સરસ્વતી તાલુકા ભાજપ મહિલા મોરચા ની પાટીદાર સમાજ ની મહામંત્રી જમનાબેન મનીષભાઈ પટેલ સરસ્વતી તાલુકા ભાજપ મહામંત્રી ઠાકોર લેબાજી સરદારજી,બારોટ કિરીટભાઈ બાબુભાઈ સહિતના સક્રિય કાર્યકરો, સરસ્વતિ તાલુકા ભાજપ તેમજ અન્ય ભાજપ સમિતિ ના હોદ્દેદારો સાથે પાટીદાર સમાજ ની ૫૦૦ ઉપરાંત મહિલાઓને કોંગ્રેસ નો ખેસ પહેરાવી આવકારી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ને ધર ભેગી કરવા આહ્વાન કર્યું હતું.

#હર_ઘર_તિરંગા_અભિયાન #આઝાદી_કા_અમૃત_મહોત્સવ Har Ghar Tiranga Anthem Har Ghar Tiranga…Ghar Ghar Tiranga… Celebrate our Tiranga with this melodious salute to our Tricolour, the symbol of our collective Pride & Unity as our Nation completes 75 years of independence Visit harghartiranga.com today to pin a digital flag & upload your selfie with the Tiranga. And don’t forget to bring home the flag from 13th – 15th August. #HarGharTiranga #AmritMahotsav Credit : Ministry of Culture Govt. of India #હરઘરતિરંગાઅભિયાન #આઝાદીકાઅમૃતમહોત્સવ