12 ઓગસ્ટના રોજ પાટણમાં યોજાનાર ભવ્ય તિરંગા યાત્રા ને સફળ બનાવવા કલેકટર દ્વારા બેઠક યોજાઇ..

તિરંગા યાત્રાના આયોજન ને સફળ બનાવવા મોટી સંખ્યામાં સ્વૈચ્છિક સંસ્થાઓને જોડાવવા આહ્વાન..

12 ઓગસ્ટના રોજ પાટણમાં યોજાનાર ભવ્ય તિરંગા યાત્રા ને સફળ બનાવવા કલેકટર દ્વારા બેઠક યોજાઇ..

દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત સ્વતંત્રતા પર્વને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. જેના ભાગરૂપે હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હર ઘર તિરંગાના કાર્યક્રમના ભાગરૂપે પાટણ ખાતે તારીખ 12 ઓગસ્ટના ત્રણ વાગે તિરંગા યાત્રાનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાટણના નાગરિકો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ મોટી સંખ્યામાં જોડાશે.
જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટી દ્વારા 12 ઓગસ્ટના રોજ જિલ્લા વહીવટી તંત્રના નેજા હેઠળ આયોજિત તિરંગા યાત્રાને સફળ બનાવવા અને તેનાં આયોજનના ભાગરૂપે સોમવારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં પાટણ શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ, લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, ભારત વિકાસ પરિષદ, વેપારી સંગઠનો, સ્વૈચ્છિક સંસ્થાઓનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ તમામ સંગઠનો સાથે જિલ્લા કલેકટરે તિરંગા યાત્રાના આયોજન મામલે વિસ્તૃત ચર્ચા કરી મોટી સંખ્યામાં વિવિધ સંસ્થાઓ ને જોડાવા અનુરોધ કર્યો હતો. પાટણ શહેરમાં નિકળનારી તિરંગા યાત્રા દરમ્યાન પાટણ નગર દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળે તે પ્રકારનું આયોજન મામલે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી.
તિરંગા યાત્રા એમ એન હાઈસ્કૂલ ખાતે થી નિકળી રંગીલા હનુમાન, ત્રણ દરવાજા, હિંગળા ચાચર સર્કલ થઈ બગવાડા દરવાજા પહોચશે. બગવાડા દરવાજા થી રેલવે સ્ટેશન વચ્ચે તિરંગા યાત્રાનો અંતિમ પડાવ હશે. જ્યારે રેલવે સ્ટેશન પર જ્યાં આપણો રાષ્ટ્ર ધ્વજ લહેરાઈ રહ્યો છે. ત્યાં તિરંગા યાત્રાનું સમાપન થશે.
આ તિરંગા યાત્રામાં દરેક નાગરિક પોતાના હાથમાં તિરંગો લઈ જોડાશે. જ્યારે ડીજેના તાલે દેશભક્તિના ગીતો તિરંગા યાત્રામાં સહભાગી થનારા નાગરિકોમાં રાષ્ટ્ર ભાવનાને વધુ જાગૃત કરશે. તિરંગા યાત્રાના રૂટ પર પદયાત્રીઓ માટે પીવાના પાણી તેમજ લીંબુ પાણીની વ્યવસ્થા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે. તિરંગા યાત્રા દરમિયાન એક રથમાં ભારત માતાનો ફોટો હશે. જે ફોટા પર જ્યાંથી તિરંગા યાત્રા નીકળશે ત્યાં નાગરિકો પુષ્પ વર્ષા પણ કરશે.
જીલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં જીલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, જીલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકી, જીલ્લા પોલીસ વડા વિજય પટેલ, નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓના પદાધિકારીઓ અને પાટણની વિવિધ સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

#હર_ઘર_તિરંગા_અભિયાન #આઝાદી_કા_અમૃત_મહોત્સવ Har Ghar Tiranga Anthem Har Ghar Tiranga…Ghar Ghar Tiranga… Celebrate our Tiranga with this melodious salute to our Tricolour, the symbol of our collective Pride & Unity as our Nation completes 75 years of independence Visit harghartiranga.com today to pin a digital flag & upload your selfie with the Tiranga. And don’t forget to bring home the flag from 13th – 15th August. #HarGharTiranga #AmritMahotsav Credit : Ministry of Culture Govt. of India #હરઘરતિરંગાઅભિયાન #આઝાદીકાઅમૃતમહોત્સવ