પાટણની શિશુ મંદિર ખાતે જન્માષ્ટમીના પર્વની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરાય…

પાટણની શિશુ મંદિર ખાતે જન્માષ્ટમીના પર્વની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરાય…

બાળકોએ રાધાકૃષ્ણ ના પરિધાન સજજ કરી જન્માષ્ટમીના પર્વને મનાવ્યો..

પાટણ તા.૧૩
પાટણ શહેરની શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસની સાથે સાથે ધાર્મિક તહેવારોથી પણ વિદ્યાર્થીઓ વાકેફ બને તેવા શુભ હેતુ સાથે વિવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી પણ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી હોય છે.
પાટણ શહેરની શિશુ મંદિર શાળા ખાતે આગામી જન્માષ્ટમીના પર્વને ધ્યાનમાં રાખીને શાળાના બાળકો જન્માષ્ટમીનું મહત્વ સમજે તે માટે જન્માષ્ટમી પર્વની ભક્તિસભર માહોલમાં શનિવારના રોજ ઉજવણી કરવામાં આવી હતી.


શિશુ મંદિર શાળા સંકુલ ખાતે આયોજિત જન્માષ્ટમી મહોત્સવમાં નાના ભૂલકાઓ રાધાકૃષ્ણ ના ટ્રેડિશનલ ડ્રેસ સજી ધજીને મટકી ફોડ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી ભગવાન શ્રી કૃષ્ણ ની આરતી ઉતારી નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલકી..હાથી ઘોડા પાલખી ને જય કનૈયા લાલ કી ના ગગનભેદી નારા લગાવ્યા વાતાવરણ ને શ્રી કૃષ્ણ મય બનાવ્યું હતું.


શિશુ મંદિર શાળા ખાતે આયોજિત કરાયેલા જન્માષ્ટમી ઉત્સવને અનુરૂપ શાળા પરિવારના ગુરુજનો દ્વારા બાળકોને જન્માષ્ટમીના પર્વથી માહિતગાર કરી જન્માષ્ટમી નાં પવૅની ઉજવણી યાદગાર બનાવી હતી.

#હર_ઘર_તિરંગા_અભિયાન #આઝાદી_કા_અમૃત_મહોત્સવ Har Ghar Tiranga Anthem Har Ghar Tiranga…Ghar Ghar Tiranga… Celebrate our Tiranga with this melodious salute to our Tricolour, the symbol of our collective Pride & Unity as our Nation completes 75 years of independence Visit harghartiranga.com today to pin a digital flag & upload your selfie with the Tiranga. And don’t forget to bring home the flag from 13th – 15th August. #HarGharTiranga #AmritMahotsav Credit : Ministry of Culture Govt. of India #હરઘરતિરંગાઅભિયાન #આઝાદીકાઅમૃતમહોત્સવ