પાટણ નગરપાલિકા નો ૭૫ મો સ્વાતંત્ર્ય પર્વ જુનાગંજ ખાતે યોજાયો..

પ્રમુખ દ્વારા રાષ્ટ્રધ્વજ ને લહેરાવી આઝાદી કા અમૃત મહોત્સવ પવૅની ઉજવણી ને યાદગાર બનાવી..

દેશના વીર જવાનો ને યાદ કરાયા : શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવાની સાથે પાણી નો બગાડ અટકાવવા અપીલ કરાઇ..

પાટણ તા.૧૫
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શ્રાવણ માસના પવિત્ર સોમવારે ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની પાટણ નગરપાલિકા દ્વારા શહેરના જુનાગંજ બજાર ખાતે દેશ ભક્તિ નાં માહોલ વચ્ચે ઉજવવામાં આવ્યો છે.
નગરપાલિકા દ્વારા આયોજિત સ્વાતંત્ર્ય પવૅની ઉજવણી નાં ઉપલક્ષ્યમાં પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ દ્વારા રાષ્ટ્રની આન બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજ ને લહેરાવી સલામી આપી હતી.


રાષ્ટ્રધ્વજ ને સલામી આપ્યા બાદ પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે દેશ ને આઝાદી અપાવવામાં ભારત માતાએ પોતાના અનેક વિરલાઓનુ બલિદાન આપીને દેશને આઝાદી અપાવી છે ત્યારે દેશના વડાપ્રધાન દ્વારા દરેક હિન્દુસ્તાની આ આઝાદી કા અમૃત મહોત્સવ માં સહભાગી બને તે માટે હર ઘર તિરંગા અભિયાન નું આયોજન કરી દરેક હિન્દુસ્તાની એ પોતાના ઘરે તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજ ને સલામી આપી આઝાદી નાં ઉત્સવને યાદગાર બનાવ્યો છે.તેઓએ આ પ્રસંગે પાટણને વિશ્વ ફલક પર ઓળખ મળી હોવાનું ગૌરવ અનુભવી પાટણને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા તેમજ પાણી નો બગાડ અટકાવવા નગરજનોને અપીલ કરી ચોમાસુ પૂર્ણ થતાં શહેરના રોડ રસ્તા નાં નવીનીકરણ ની કામગીરી શરૂ કરાશે તેમ જણાવી ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ની શુભકામના વ્યક્ત કરી હતી.


આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ, કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલ, પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ,સહિત પાલિકાના કોર્પોરેટરો,પૂવૅ પ્રમુખો , કમૅચારીઓ સહિત પાટણનાં પ્રબુધ્ધ નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી. રાષ્ટ્રધ્વજ ને સલામી આપી આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી માં સહભાગી બન્યા હતા.આભાર વિધી નગરપાલિકા ચિફ ઓફિસર દ્વારા કરવામાં આવી હતી.
૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે દેશ ભક્તિ નાં ગીતો ગુંજતા વાતાવરણ દેશ ભક્તિ નાં રંગે રંગાયું હતું.

#હર_ઘર_તિરંગા_અભિયાન #આઝાદી_કા_અમૃત_મહોત્સવ Har Ghar Tiranga Anthem Har Ghar Tiranga…Ghar Ghar Tiranga… Celebrate our Tiranga with this melodious salute to our Tricolour, the symbol of our collective Pride & Unity as our Nation completes 75 years of independence Visit harghartiranga.com today to pin a digital flag & upload your selfie with the Tiranga. And don’t forget to bring home the flag from 13th – 15th August. #HarGharTiranga #AmritMahotsav Credit : Ministry of Culture Govt. of India #હરઘરતિરંગાઅભિયાન #આઝાદીકાઅમૃતમહોત્સવ

369News ફેસબુક પેજને લાઈક કરો👍🏻

https://www.facebook.com/369News-109979724649332/

369news વૉટ્સએપ પર ગ્રુપ જોઇન કરવા લિન્ક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/FIdSseEc95ZEXZsLDyJonl