સિધ્ધપુર તાલુકા પંચાયત કચેરી ખાતે સિધ્ધપુર નાં ધારાસભ્ય દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું…

ધારાસભ્ય દ્વારા વિકલાંગોને પુરસ્કાર એનાયત કરી પ્રોત્સાહિત કરાયા..

પાટણ તા.15
સિધ્ધપુર તાલુકા પંચાયત કચેરી ખાતે રવિવારના રોજ 15 મી ઓગષ્ટ 75 માં સ્વાતંત્ર્ય દિન નિમિતે સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર ના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી હતી. આઝાદી ના આ પર્વ ની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહેલા સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરે દેશને આઝાદી અંપાવનારા દેશના વીર શહિદોને યાદ કરી નમન કયૉ હતાં.


આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે જીલ્લા પંચાયત સદસ્ય ઇબ્રાહીમભાઇ ચારોલિયા, મહેબૂબખાન મલેક, તાલુકા પંચાયત પ્રમુખ સાકેરબેન મરેડિયા, ઉપપ્રમુખ દશરથ ભાઈ પટેલ, કારોબારી ચેરમેન રૂપસંગજી ઠાકોર, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ અભેસિંહ ઠાકોર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમિદભાઈ મોકણોજીયા, શહેર પ્રમુખ અમરસિંહ ઠાકોર, તેમજ તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલીકા સદસ્યો, કોંગ્રેસ સમિતિના આગેવાનો કાર્યકરો તેમજ તાલુકા પંચાયત ના સ્ટાફ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ઉપસ્થિત રહી દેશ દુલારા તિરંગા ને સલામી આપી હતી.


સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા વિકલાંગ લોકોને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

#હર_ઘર_તિરંગા_અભિયાન #આઝાદી_કા_અમૃત_મહોત્સવ Har Ghar Tiranga Anthem Har Ghar Tiranga…Ghar Ghar Tiranga… Celebrate our Tiranga with this melodious salute to our Tricolour, the symbol of our collective Pride & Unity as our Nation completes 75 years of independence Visit harghartiranga.com today to pin a digital flag & upload your selfie with the Tiranga. And don’t forget to bring home the flag from 13th – 15th August. #HarGharTiranga #AmritMahotsav Credit : Ministry of Culture Govt. of India #હરઘરતિરંગાઅભિયાન #આઝાદીકાઅમૃતમહોત્સવ

369News ફેસબુક પેજને લાઈક કરો👍🏻

https://www.facebook.com/369News-109979724649332/

369news વૉટ્સએપ પર ગ્રુપ જોઇન કરવા લિન્ક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/FIdSseEc95ZEXZsLDyJonl