શંખેશ્વર ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી..

મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ ત્રિરંગો લહેરાવી સલામી આપી..

આઝાદી માટે બલિદાન આપનારા વીરોને નમન છે : કીર્તિસિંહ વાઘેલા..

પાટણ તા.૧૫
પાટણના શંખેશ્વર મુકામે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ રાજ્યકક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. મંત્રીએ ધ્વજવંદન બાદ પાટણ જિલ્લાના નાગરિકોને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી પાટણના સ્વતંત્ર સેનાનીઓને યાદ કરી તેમને શ્રદ્ધા સુમન સાથે પાટણના ભવ્ય ઐતિહાસિક વારસાને યાદ કરી પાટણ જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય તે માટેની પરિકલ્પના સેવી હતી.


સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે આયોજિત પોલીસ પરેડ નું મંત્રી એ નિરીક્ષણ કરી જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાંટીને જિલ્લાના વિકાસ માટે 25 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો. રાજ્યના શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલાએ લોકોને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્યની સરકાર લોકોના સર્વાંગી વિકાસ માટે સતત કામગીરી કરી રહી છે. વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી સતત પ્રજા લક્ષી કામો કરી પ્રજા સુખાકારી માટેના અવિરત પ્રયાસો કરી રહ્યા છે. સરકારના અથાગ પ્રયત્નો થકી શિક્ષણ આરોગ્ય, માર્ગ, સિંચાઈ, પાણી તેમજ અન્ય સુવિધાઓનો નોંધપાત્ર વિકાસ થયો છે.


આજે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે. જે અંતર્ગત ઘર ઘર તિરંગા લોકોએ લગાવી દેશભાવનાને વધુ જાગૃત કરી રહ્યા છે. હર ઘર તિરંગા અભિયાન થકી ન માત્ર દેશમાં પરંતુ વિશ્વમાં આજે તિરંગો માનભેર લહેરાઈ રહ્યો છે. છેલ્લા 25 વર્ષમાં ગુજરાતે કરેલો વિકાસ ભારતની ઓળખ બન્યો છે. જેથી આજે ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. ગુજરાત આજે શિક્ષણની દિશામાં અગ્રેસર બન્યું છે. ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલી મોડલ સ્કૂલો આજે ગરીબ બાળકોને ઉચ્ચ સુવિધા યુક્ત શિક્ષણ પૂરું પાડી રહી છે. ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ઘટને લઈને 21000 ઓરડા મંજૂર કરવામાં આવ્યા છે. જેના માટે ગુજરાતની રાજ્ય સરકારે 10,000 કરોડ બજેટ ફાળવી શિક્ષણ ને વધુ ગુણવત્તાસભર બને તે માટે સતત પ્રયત્નશીલ બની છે. ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 10,000 જેટલા વિદ્યાસહાયકોની ભરતી પણ કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.


ગુજરાતના સર્વાંગી વિકાસની વાત કરતા શિક્ષણમંત્રી એ જણાવ્યું હતું કે રાજ્યમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિનો અમલ થાય તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. ગુજરાતમાં સરકારે ઊભી કરેલી સ્વાસ્થ્ય સુવિધાઓના કારણે આજે ગંભીર બીમારીઓમાં પણ દર્દીને સારવાર મળતી થઈ છે. આયુષ્માન કાર્ડ અને મા કાર્ડ દ્વારા ગરીબ લોકોને સ્વાસ્થ્યની સુવિધાઓ મળતા ગુજરાત વધુ નિરોગી બન્યું છે. શંખેશ્વર મુકામે યોજાયેલા જીલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોર, જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકી, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, જિલ્લા ભાજપના પ્રમુખ ડો.દશરથજી ઠાકોર તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારી તેમજ પદાધિકારીઓએ ઉપસ્થિત રહી સ્વતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી કરી હતી.

#હર_ઘર_તિરંગા_અભિયાન #આઝાદી_કા_અમૃત_મહોત્સવ Har Ghar Tiranga Anthem Har Ghar Tiranga…Ghar Ghar Tiranga… Celebrate our Tiranga with this melodious salute to our Tricolour, the symbol of our collective Pride & Unity as our Nation completes 75 years of independence Visit harghartiranga.com today to pin a digital flag & upload your selfie with the Tiranga. And don’t forget to bring home the flag from 13th – 15th August. #HarGharTiranga #AmritMahotsav Credit : Ministry of Culture Govt. of India #હરઘરતિરંગાઅભિયાન #આઝાદીકાઅમૃતમહોત્સવ

369News ફેસબુક પેજને લાઈક કરો👍🏻

https://www.facebook.com/369News-109979724649332/

369news વૉટ્સએપ પર ગ્રુપ જોઇન કરવા લિન્ક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/FIdSseEc95ZEXZsLDyJonl