આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાતંત્ર દિવસ નિમિતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો..

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાતંત્ર દિવસ નિમિતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો..

પાટણના પદ્મનાભ વિસ્તારની ૧૭ સોસાયટીઓના સંગઠન અને વેદ ટાઉનશીપ નાં સંકલનથી પવૅની ઉજવણી કરાઈ..

પાટણ તા.૧૫
ભારત દેશ ને આઝાદી મળ્યાને આજે ૭૫ વર્ષ પૂર્ણ થયા. અને ૭૬ માં આઝાદ દિવસની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી હતી. શહેરના પદ્મનાભ વિસ્તારની ૧૭ સોસાયટીઓ સહિત વેદ ટાઉનશીપ ના સહિયોગથી ૧૫ મી ઓગષ્ટ નાં રોજ ધ્વજ વંદન કાર્યક્રમ વેદ ટાઉનશિપ સોસાયટી માં આયોજિત કરવામાં આવ્યો હતો.


પ્રથમ વખત રાષ્ટ્રની આન બાન અને શાન સમા તિરંગાને ૧૭ સોસાયટી નાં પ્રમુખ મદારસિહ ગોહિલ અને વેદ ટાઉનશીપ ના પ્રમુખ અનિલભાઈ રાવલ દ્વારા લહેરાવી ને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામા આવી હતી. આ પ્રસંગે પદ્મનાભ વિસ્તારની સોસાયટીઓના તમામ લોકો એ ઉપસ્થિત રહી રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપી હતી. ઉપસ્થિત સૌનું અનિલભાઈ રાવલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું.


મદારસિંહ ગોહિલ દ્વારા દેશ ભક્તિ અને આઝાદી કા અમૃત મહોત્સવ અંગે વાત કરીને સૌને માહિતગાર કર્યા હતા.અને આજે સાંજ પછી દરેકના ઘર ઉપર લગાવવામાં આવેલ રાષ્ટ્રીય ધ્વજ ને માન સન્માન પૂર્વક ઉતારી ને રાષ્ટ્રીય ધ્વજ ની ગરિમા જાળવવા માટે માર્ગદર્શન આપ્યું હતું આજના આ કાર્યક્રમ માં ૧૭ સોસાયટીના ઉપપ્રમુખો દશરથભાઈ દરજી,દશરથ ભાઈ પટેલ સહિત શૈલેષ પટેલ,ભગાભાઇ પટેલ, વિરમભાઇ પટેલ,શંકરલાલ પટેલ,શૈલેષ સોની,મેહુલ બારોટ,રાજુભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને વિસ્તારની બહેનો અને બાળકોએ ઉપસ્થિત રહી ને રાષ્ટ્ર ભાવના વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેશભાઈ ગજ્જર, મણીલાલ પટેલ, કવિ પટેલ, ગિરિરાજસિંહ ગોહિલ. હર્ષ પટેલ સહિતના યુવાનો એ જહેમત ઉઠાવી હતી.

#હર_ઘર_તિરંગા_અભિયાન #આઝાદી_કા_અમૃત_મહોત્સવ Har Ghar Tiranga Anthem Har Ghar Tiranga…Ghar Ghar Tiranga… Celebrate our Tiranga with this melodious salute to our Tricolour, the symbol of our collective Pride & Unity as our Nation completes 75 years of independence Visit harghartiranga.com today to pin a digital flag & upload your selfie with the Tiranga. And don’t forget to bring home the flag from 13th – 15th August. #HarGharTiranga #AmritMahotsav Credit : Ministry of Culture Govt. of India #હરઘરતિરંગાઅભિયાન #આઝાદીકાઅમૃતમહોત્સવ