સરસ્વતી તાલુકાના અબલુવા પ્રાથમિક શાળા ખાતે 75 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો..

સરસ્વતી તાલુકાના અબલુવા પ્રાથમિક શાળા ખાતે 75 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો..

દાતા પરિવાર દ્વારા શાળા ને રોકડ રકમ સહિત મધ્યાહન ભોજન વિભાગ માં 100 થાળીઓ અપૅણ કરવામાં આવી..

પાટણ તા.15
સરસ્વતી તાલુકાના અબલુવા પ્રાથમિક શાળા ખાતે 75 મા સ્વાતંત્ર દિનની ઉજવણી શ્રાવણ માસના સોમવારના પવિત્ર દિવસે ખૂબ જ હષૌ ઉલ્લાસ થી કરવામાં આવી હતી. ભારત સરકારના હર ઘર તિરંગા અભિયાન ની જાગૃતિ માટે સવારે 8,00 કલાકે શાળા નાં બાળકોએ વંદે માતરમ ના નારા સાથેની પ્રભાતફેરી યોજી હતી.જે તિરંગા પ્રભાત ફેરી માં વિધાર્થી બાળકો સાથે વડીલો અને શાળા ના તમામ કર્મચારીઓ, આંગણવાડીની બહેનો,આરોગ્ય ખાતુ, પંચાયતના કર્મચારીઓ એસએમસીના સભ્યો તેમજ સૌ ગ્રામજનો જોડાયા હતા.ત્યારબાદ સૌએ પ્રાથમિક શાળામાં એકત્રિત થયા હતા.


સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવો પૈકી કાર્યક્રમના અધ્યક્ષ વિપુલભાઈ બાબુભાઈ દેસાઈ ના વરદ્ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળા પરિવારને ઉપસ્થિત દાતાઓ દ્વારા રોકડ રકમ અપૅણ કરવામા આવી હતી.જેમા દાતા દશરથજી ઠાકોર તરફથી મધ્યાન ભોજન ના લાભાર્થી બાળકોને 100 નંગ થાળી ભેટ આપવામાં આવી હતી.


આજના આ પ્રસંગે પેટાપરા પ્રાથમિક શાળા ના તમામ શિક્ષકો,બાળકો અને હાઈસ્કૂલના બાળકો સહિત નાં મહાનુભાવો એ શાળામાં સામૂહિક ભોજન ગ્રહણ કર્યું હતું.શાળાના આચાર્ય મહેશભાઈ પ્રજાપતિ દ્વારા એકત્રિત થયેલા સૌ વાલી મિત્રોને શિક્ષણ ઉપર ભાર મુકતા જણાવ્યું હતું કે બાળકોની જેટલી નિયમિતતા વધશે એટલી જ શાળાની શૈક્ષણિક ગુણવત્તાની અંદર વધારો થશે.તેમ જણાવી સમગ્ર અબલોવા શાળાની ટીમ શિક્ષણનુ સરસ મજાનું ભગીરથ કાર્ય કરી રહી છે ત્યારે સૌને સાથ સહકાર આપવા આપવા અને આગામી જે લક્ષાંકો છે એને સિદ્ધ કરી કરવા સહિયારા પ્રયાસો ઉપર ભાર મૂક્યો હતો.


આ કાર્યક્રમમાં ગામના વડીલ જીભાભાઇ દેસાઈ તથા તેમની સમગ્ર ટીમ દ્વારા સામુહિક ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું.ગામના ડેલિકેટ વેરશીજી નાગજીજી ઠાકોર, પૂર્વ ડેલિકેટ સોવનજી વરસગજી ઠાકોર તેમજ ગામના વડીલો અને આગેવાનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને ભવ્ય સફળતા અપાવતા શાળા પરિવારે સહિત શાળાના સિનિયર શિક્ષક પંકજભાઈ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

#હર_ઘર_તિરંગા_અભિયાન #આઝાદી_કા_અમૃત_મહોત્સવ Har Ghar Tiranga Anthem Har Ghar Tiranga…Ghar Ghar Tiranga… Celebrate our Tiranga with this melodious salute to our Tricolour, the symbol of our collective Pride & Unity as our Nation completes 75 years of independence Visit harghartiranga.com today to pin a digital flag & upload your selfie with the Tiranga. And don’t forget to bring home the flag from 13th – 15th August. #HarGharTiranga #AmritMahotsav Credit : Ministry of Culture Govt. of India #હરઘરતિરંગાઅભિયાન #આઝાદીકાઅમૃતમહોત્સવ