દેશની આઝાદીના ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની પ્રદેશ ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવી ઉજવણી કરવામાં આવી..

દેશની આઝાદીના ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની પ્રદેશ ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવી ઉજવણી કરવામાં આવી..

પાટણના પનોતા પુત્ર અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ પણ સ્વતંત્રતા પવૅ ની ઉજવણી માં સહભાગી બન્યા..

પાટણ તા.૧૬
રાષ્ટ્રીય મહાપર્વ સ્વતંત્રતા દિવસ’ નિમિત્તે ભાજપના પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આઝાદી નાં ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું.


પ્રદેશ ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે દેશ દુલારા તિરંગા ને પ્રદેશ ભાજપના અધ્યક્ષ દ્વારા ફરકાવી સલામી આપી તમામ ગુજરાતી સહિત વિશ્વ માં પ્રેમ,ભાઈચારો, સુખ સમૃદ્ધિ અનેશાંતિ સાથે બની રહે તેવી કામના વ્યક્ત કરી હતી. પ્રદેશ ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે આયોજિત ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે ભારત માતાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું.


આ દેશ ભક્તિ ને ઉજાગર કરતા સ્વાતંત્ર્ય પર્વની પ્રદેશ ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે કરવામાં આવેલ ઉજવણીમાં ભાજપના અધિકારીઓ, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે પાટણના પનોતા પુત્ર અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલે પણ જોડાવાનો અવસર પ્રાપ્ત કરી દેશની આન બાન અને શાન સમા તિરંગાને સલામી આપી ભારત માતાનું પૂજન કરી સ્વાતંત્ર્ય પર્વને યાદગાર બનાવી સૌએ આઝાદીના અમૃતકાળમાં આત્મ નિર્ભરતાની સાથે આગળ વધતા રાષ્ટ્રની એકતા અકબંધ રાખવાનો સંકલ્પ કરી ભારત ને વિશ્વ ગુરૂ બનાવવામાં સહભાગી બનવા તેઓએ જણાવ્યું હતું.

#હર_ઘર_તિરંગા_અભિયાન #આઝાદી_કા_અમૃત_મહોત્સવ Har Ghar Tiranga Anthem Har Ghar Tiranga…Ghar Ghar Tiranga… Celebrate our Tiranga with this melodious salute to our Tricolour, the symbol of our collective Pride & Unity as our Nation completes 75 years of independence Visit harghartiranga.com today to pin a digital flag & upload your selfie with the Tiranga. And don’t forget to bring home the flag from 13th – 15th August. #HarGharTiranga #AmritMahotsav Credit : Ministry of Culture Govt. of India #હરઘરતિરંગાઅભિયાન #આઝાદીકાઅમૃતમહોત્સવ

369News ફેસબુક પેજને લાઈક કરો👍🏻

https://www.facebook.com/369News-109979724649332/

369news વૉટ્સએપ પર ગ્રુપ જોઇન કરવા લિન્ક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/FIdSseEc95ZEXZsLDyJonl