ભારત વિકાસ પરિષદ કાયૉલય ખાતે સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી..

ભારત વિકાસ પરિષદ કાયૉલય ખાતે સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી..

ભારત વિકાસ પરિષદ અને સિદ્ધહેમ શાખા નાં સભ્ય પરિવારે ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજ ને સલામી આપી..

પાટણ તા.૧૬
સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી દેશ ભક્તિ નાં માહોલ વચ્ચે કરવામાં આવી છે ત્યારે આ ઉજવણીમાં ભારત વિકાસ પરિષદ પાટણ શાખાએ પણ સહભાગી બની “હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અભિયાન ની જાગૃતિ માટે તિરંગા રેલી સાથે 15 મી ઓગસ્ટના રોજ કાર્યાલય ખાતે ભારત વિકાસ પરિષદ પાટણ શાખા તેમજ સિદ્ધહેમ શાખા પાટણના સંયુક્ત ઉપક્રમે “ધ્વજવંદન કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું.


આ દેશ ભક્તિ નાં કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેલા ડૉ. શરદભાઈ પટેલ -(આઈ એમ એ પાટણ પ્રમુખ), શ્રીમતી પૂર્ણિમાબેન મોદી (ભારત વિકાસ પરિષદ,બાળ અને સંસ્કાર પ્રકલ્પ સંયોજિકા રિઝયોનલ) નાં વરદ્ હસ્તે રાષ્ટ્રધ્વજ ને લહેરાવી ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.


આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહેલા ડો. શરદભાઈ પટેલે આજના દિવસની સર્વને શુભેચ્છાઓ પાઠવી ભારત વિકાસ પરિષદ પરિવારને મેડિકલ ક્ષેત્રે જરૂર પડે ત્યારે ખડે પગે ઉભા રહી પોતાની સેવાઓ આપવાની ખાત્રી આપી હતી. પૂર્ણિમાબેન મોદીએ દેશમાંથી ભ્રષ્ટાચાર, સ્વચ્છતા, વ્યસન મુક્તિ આ બધા માંથી દૂર થઈશું ત્યારે જ સાચા અર્થમાં આઝાદી મળી કહેવાશે તેમ જણાવ્યું હતું.


ધ્વજવંદન બાદ શિરિષભાઈ પટેલે મહેમાનોનું કુમકુમ તિલકથી સ્વાગત કર્યું હતું તો પારસભાઈ ખમારે શાબ્દિક સ્વાગત તથા સંસ્થાનો પરિચય આપ્યો હતો. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ નાં ભાનુભાઈ સોની, અશ્વિનભાઈ પારેખ,જીતુ ભાઈ ઓતીયા,હેમંતભાઈ કાટવાલા, દિનેશભાઈ પટેલ, અજયભાઈ પરીખ, કમલ ભાઈ ચંદારાણા, નિરંજન ભાઇ પટેલ, જે.વી.પટેલ, મોનલબેન ચંદારાણા સહિત કારોબારી સભ્યોએ હાજર રહી પર્વને યાદગાર બનાવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીતેન્દ્રભાઈ પટેલે તથા આભાર વિધિ ભાર્ગવભાઈ જોશી દ્વારા કરવામાં આવી હતી.

#હર_ઘર_તિરંગા_અભિયાન #આઝાદી_કા_અમૃત_મહોત્સવ Har Ghar Tiranga Anthem Har Ghar Tiranga…Ghar Ghar Tiranga… Celebrate our Tiranga with this melodious salute to our Tricolour, the symbol of our collective Pride & Unity as our Nation completes 75 years of independence Visit harghartiranga.com today to pin a digital flag & upload your selfie with the Tiranga. And don’t forget to bring home the flag from 13th – 15th August. #HarGharTiranga #AmritMahotsav Credit : Ministry of Culture Govt. of India #હરઘરતિરંગાઅભિયાન #આઝાદીકાઅમૃતમહોત્સવ