રાધનપુર-સુઈગામ માગૅ પર કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કારે પલ્ટી મારી..

રાધનપુર-સુઈગામ માગૅ પર કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કારે પલ્ટી મારી..

કાર માં સવાર 4 લોકો ઈજાગ્રસ્ત બનતા 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા…

પાટણ તા.16
પાટણ જિલ્લા નાં હાઈવે માર્ગ પર પુરપાટ ઝડપે દોડતાં વાહનો વચ્ચે અવાર નવાર નાના મોટા માગૅ અકસ્માતનાં બનાવો સજૉતા હોવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે ત્યારે મંગળવારે પાટણ જિલ્લાના રાધનપુર હાઈવે પર ચાલું વરસાદે પુરપાટ જઇ રહેલા કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ભીલોટ ગામના પાટિયા નજીક કાર રોડ પર પલ્ટી મારી જતા કાર માં બેઠેલા મુસાફરો ને ઈજાઓ પહોંચતા 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


આ અકસ્માત ની મળતી હકીકત મુજબ મંગળવારે વહેલી સવારથી જ પાટણ પંથકમાં હળવા થી ભારે વરસાદી માહોલ જામ્યો હતો ત્યારે કાર માં મોમાઈ મોરા ધામના ધાર્મિક પ્રવાસે નિકળેલ પરિવાર ની ગાડી ચાલકે રાધનપુર સુઈગામ હાઈવે માર્ગ પર પોતાની કાર પુરઝડપે હંકારી સ્ટેરીગ પરનો કાબૂ ગુમાવતા કાર ભિલોટ ગામના પાટીયા નજીક પલટી મારી જતાં કારમાં સવાર 4 વ્યકિત ને ઈજાઓ પહોંચી હતી.


બનાવની જાણ આજુબાજુના લોકો ને થતાં તેઓએ ઘટના સ્થળે દોડી આવી કાર માંથી ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢી 108 ની મદદ વડે રાધનપુર ની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે આ અકસ્માત નાં બનાવની પોલીસ દફતરે ફરિયાદ નોધાઈ હોવાનું જાણી શકાયું નથી.