પાટણમાં બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે શહેરીજનો ને પડતી મુશ્કેલી નાં નિરાકરણ માટે વિપક્ષના કોર્પોરેટરો એ બે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા..

પાટણમાં બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે શહેરીજનો ને પડતી મુશ્કેલી નાં નિરાકરણ માટે વિપક્ષના કોર્પોરેટરો એ બે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા..

શહેરીજનોએ પોતાની મુશ્કેલીઓ નો વિડીયો અને ફોટોગ્રાફ્સ હેલ્પલાઇન નંબર ઉપર મોકલી આપવાથી તેના નિરાકરણ માટે પ્રયાસ કરાશે.

પાટણ ધારાસભ્ય સહિત વિપક્ષના કોર્પોરેટરો દ્વારા હાથ ધરાયેલી કામગીરી શહેરીજનોમાં સરાહનીય બની..

પાટણ તા.17
હવામાન વિભાગની આગાહી નાં પગલે છેલ્લા બે દિવસથી પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં અવિરત પણે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે શહેરમાં શહેરીજનોની વધી રહેલી મુશ્કેલીઓને પહોંચી વળવા કે તેઓને મદદરૂપ બનવાની પ્રાથમિક જવાબદારી પાટણ નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટીતંત્ર ની બનતી હોય છે. પરંતુ આ જવાબદારી નિભાવવામાં જાંણે કે પાલિકાના સત્તાધીશો સહિત વહીવટીતંત્ર પાગળુ સાબિત બન્યું હોય તેમ આગાહી નાં પગલે પાલિકા દ્વારા કોઈ હેલ્પ લાઇન નંબર પણ જાહેર કર્યો નથી. તો બે દિવસ થી શહેરમાં પડી રહેલા વરસાદના કારણે પાલિકા ની મોન્સુન કામગીરી પણ કરવામાં આવી હોય તેવું જોવા મળતું નથી.

વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ને લઈને વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે છતાં પાલિકા નાં સતાધીશો ને શહેરીજનો ની સમસ્યા હલ કરવામાં રસ ન હોય તેવું શહેરીજનો અનુભવી રહ્યા હોવાનાં આક્ષેપ પાટણ નગરપાલિકાના વિપક્ષ કોપોરેટરો દ્વારા કરવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી ના પગલે સતત બે દિવસથી પાટણ શહેર માં વરસી રહેલા વરસાદને કારણે શહેરીજનો ને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો તેના નિરાકરણ માટે પાલિકા નાં વિપક્ષ સભ્યો દ્વારા સોશ્યલ મીડિયા નાં માધ્યમથી બે હેલ્પ લાઇન નંબર 9825017528 અને 7016593169 જાહેર કરવામાં આવ્યા છે.

આ હેલ્પલાઇન નંબર ઉપર શહેરીજનો ને પોતાના વિસ્તારમાં ભરાતા વરસાદી પાણી સહિત કોઇ પણ પ્રકારની અન્ય મુશ્કેલી હોય તેનો વિડીયો, ફોટા મોકલી આપવા અપીલ કરવામાં આવી છે.શહેરીજનો તરફથી મળતા વિડિયો, ફોટા, મામલે પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ ને સાથે રાખી વિપક્ષના કોપોરૈટરો અને કોંગ્રેસ સમિતિ દ્વારા તેનાં નિરાકરણ માટે પાલિકા સત્તાધીશો સહિત વહીવટીતંત્ર નાં અધિકારીઓ સુધી પહોચાડી તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવામાં આવશે સાથે સાથે શહેરીજનો ને અપીલ પણ કરવામાં આવી છે કે શહેર માં બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે ત્યારે શહેરીજનો એ સાવધાની અને સતર્કતા દાખવવી પણ જરૂરી છે.વરસાદી પાણી ભરાયાં હોય ત્યાં વાહનો હંકારતા સમયે સાવચેતી રાખવી, ઈલેક્ટ્રીક થાંભલાઓને અડકવુ નહીં બને ત્યાં સુધી કારણ વગર ધરની બહાર પણ નિકળવું નહીં તેવી અપીલ પણ વિપક્ષના કોપોરૈટરો દ્વારા શહેરીજનોને કરવામાં આવી હોવાનું પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષ નાં કોર્પોરેટર ભરત ભાટીયા એ જણાવ્યું હતુ.

પાટણ નાં ધારાસભ્ય ડો કિરીટ પટેલ અને વિપક્ષ નાં કોર્પોરેટરો સહિત કોંગ્રેસ સમિતિ દ્વારા વરસાદ ની આગાહી નાં પગલે શહેરીજનો ની મુશ્કેલીઓ નિવારવા જાહેર કરાયેલ હેલ્પ લાઇન નંબર ની સેવા ને શહેરીજનો એ સરાહનીય લેખાવી છે.