અમદાવાદ-મહેસાણા હાઇવે પર ધરાશાયી બનેલાં ધટા ટોપ ઝાડ ને અર્બુદા સેનાના જવાનોએ દૂર કરી વાહન ચાલકો ની મુશ્કેલી નિવારી..

અમદાવાદ-મહેસાણા હાઇવે પર ધરાશાયી બનેલાં ધટા ટોપ ઝાડ ને અર્બુદા સેનાના જવાનોએ દૂર કરી વાહન ચાલકો ની મુશ્કેલી નિવારી..

હાઈવે વચ્ચોવચ પડેલા ઝાડને લઈને વાહનો ની કતારો સાથે ટ્રાફિક જામની સમસ્યા સજૉઈ હતી..

અર્બુદા સેનાના યુવા કાર્યકર્તાઓની સેવા પ્રવૃત્તિને હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોએ સરાહનીય લેખાવી..

પાટણ તા.૧૭
ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહરાજ્યમંત્રી અને મહેસાણા ડેરી નાં પૂર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરી ની પ્રેરણાથી ગુજરાત માં કાયૅરત બનેલ અર્બુદા સેનાના કાર્યકર્તા ની સમાજ સંગઠન ની ભાવના સાથે સેવાકીય પ્રવૃત્તિ સરાહનીય બની રહી છે.

બુધવારના રોજ અમદાવાદ- મહેસાણા હાઇવે રોડ પર વરસાદી માહોલ માં એક ધટા ટોપ ઝાડ રોડ પર ધરાશાયી બનતા હાઈવે રોડ બ્લોક થઈ જતા વાહન ચાલકો અટવાયા હતા અને વાહનો ની લાંબી કતારો હાઈવે પર સજૉઈ હતી ત્યારે આ ધટનાની જાણ અર્બુદા સેનાના યુવાનોને થતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ રોડ ઉપર જમીન દોસ્ત થયેલા વિશાળ વૃક્ષને રોડ પરથી દૂર કરવાની જહેમત હાથ કરી હતી અને સૌ કાયૅકતૉઓની મહેનતથી વિશાળ કાય વૃક્ષને રોડ પરથી દૂર કરી વાહન ચાલકો ની મુશ્કેલી સાથે હાઈવે પર નો ટ્રાફિક હળવો બનાવતા માગૅ પરથી પસાર થતા તમામ વાહન ચાલકો એ અર્બુદા સેનાના જવાનોની આ સેવા પ્રવૃત્તિને સરાહનીય લેખાવી હતી.

369News ફેસબુક પેજને લાઈક કરો👍🏻

https://www.facebook.com/369News-109979724649332/

369news વૉટ્સએપ પર ગ્રુપ જોઇન કરવા લિન્ક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/FIdSseEc95ZEXZsLDyJonl