રાજસ્થાનમાં આભડછેટના લીધે હત્યાનો ભોગ બનેલ ઇન્દ્ર મેઘવાળને દલિત શક્તિ કેન્દ્ર નાની દેવતી દ્વારા શ્રધ્ધા સુમન સમર્પિત કરાયા..

રાજસ્થાનમાં આભડછેટના લીધે હત્યાનો ભોગ બનેલ ઇન્દ્ર મેઘવાળને દલિત શક્તિ કેન્દ્ર નાની દેવતી દ્વારા શ્રધ્ધા સુમન સમર્પિત કરાયા..

નવસજૅન ટ્રસ્ટ નાં સ્થાપક માર્ટીનભાઈ મેકવાન દ્વારા ભારતના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને આભડછેટ મામલે લખેલ પત્ર નું વાંચન કરાયું…

પાટણ તા.૧૭
એક તરફ દેશના વડાપ્રધાન આભડછેટ મુકત ભારત ની સુફીયાણી વાતો કરી રહ્યા છે ત્યારે આઝાદીના ૭૫ વર્ષ પછી પણ આભડછેટ યથાવત રહેવા પામી છે આભડછેટ દુર કરવામાં દેશનાં વડાપ્રધાન અને દેશની સંસદ સદંતર નિષ્ફળ નિવડી હોય તેમ જાતીવાદના નામે આંતકવાદ, હત્યાઓ, મારઝૂડ, અપમાન, આત્મહત્યા, અપહરણ, બળાત્કાર,વ્યક્તિગત અને સામુહિક હુમલાઓની ધટનાઓ ભારત દેશ માં બની રહી છે ત્યારે રાજસ્થાનમાં આભડછેટ મામલે માસુમ ઇન્દ્ર મેધવાળ ને એક શિક્ષક દ્વારા ઢોર માર મારી મોતના મુખમાં ધકેલવામાં આવ્યો છે જેના પડધા સમગ્ર ભારતના દલિતો માં પડ્યા છે ત્યારે ઈન્દ્ર મેઘવાળ ની આત્માની શાંતિ માટે બુધવારના રોજ દલિત શક્તિ કેન્દ્ર નાની દેવતી ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરી સ્વ.ના આત્માની શાંતિ સાથે આભડછેટ મુકત ભારત બનાવવાના સંકલ્પ ગ્રહણ કરવામાં આવ્યા હતા.

આ શ્રધ્ધાંજલિ કાર્યક્રમ માં નવસર્જન ટ્રસ્ટના સ્થાપક માર્ટીનભાઈ મેકવાન, દલિત શક્તિ કેન્દ્રના વિધાર્થીઓ, સ્ટાફ અને અલગ અલગ જીલ્લાઓમાંથી આવેલ અનુસુચિત જાતિ અને જન જાતિ સમાજ આગેવાનો દ્વારા ઈન્દ્ર મેધવાળની ક્રૂર રીતે કરાયેલ હત્યાને વખોડી કાઢી કસુરવાર સામે સરકાર દ્વારા કડક પગલા ભરવાની માંગણી કરી આગામી દિવસોમાં આભડછેટ વિરુદ્ધ દેશભરમાં લોકોને જાગૃત કરવા અભિયાન ચલાવવા નિર્ધાર વ્યક્ત કરાયો હતો.

અમદાવાદના સાણંદ પાસે આવેલ દલિત શક્તિ કેન્દ્રમાં ૭૫ માં સ્વતંત્રતા દિવસે દેશ જયારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો હતો ત્યારે રાજસ્થાનમાં આભડછેટના લીધે મોતને ભેટેલ નવ વર્ષના ઇન્દ્ર મેઘવાળની શોક સભા યોજાઈ હતી.
આ શોક સભામાં ઉપસ્થિત દલિત આગેવાનો દ્વારા બે મીનીટનું મૌન પાળી ઇન્દ્ર મેઘવાળને શ્રધાંજલિ આપી આ ક્રૂર ઘટનાને વખોડી કાઢી ઘટનાની ઘોર નિંદા કરવામાં આવેલ હતી. નવ સજૅન ટ્રસ્ટ નાં સ્થાપક માર્ટીનભાઈ મેકવાન દ્વારા આગામી દિવસોમાં આભડછેટ નાબુદી માટે કડક પગલા ભરવા દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને લખેલ પત્રનું વાંચન કરવામાં આવેલ હતું.

આ શોક-સભામાં દલિત શક્તિ કેન્દ્રના વિદ્યાર્થીઓ, સ્ટાફ, નવસર્જનના સ્થાપક અને નિયામક, માર્ટીનભાઈ મેકવાન, દિનેશભાઈ પરમાર, ઇન્દુબેન રોહિત,નરેન્દ્રભાઇ પરમાર પાટણ, મોહનભાઈ પરમાર, કિરીટભાઈ રાઠોડ, કાંતિલાલ પરમાર સહિત અમદાવાદ,પાટણ, બનાસકાંઠા, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પંચમહાલ, ખેડા, આણંદ અને વડોદરા જીલ્લામાંથી મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

369News ફેસબુક પેજને લાઈક કરો👍🏻

https://www.facebook.com/369News-109979724649332/

369news વૉટ્સએપ પર ગ્રુપ જોઇન કરવા લિન્ક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/FIdSseEc95ZEXZsLDyJonl