સિધ્ધપુર નાં જાણીતા ઉધોગપતિ બલવંતસિંહ રાજપૂતે પોતાનો જન્મ દિવસ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરીને ઉજવ્યો..

સિધ્ધપુર નાં જાણીતા ઉધોગપતિ બલવંતસિંહ રાજપૂતે પોતાનો જન્મ દિવસ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરીને ઉજવ્યો..

સિધ્ધપુર ની કામધેનુ ગૌ હોસ્પિટલ ખાતે ગૌ માતા નું પુજન કરી લાડુનો ભોગ ધરાવી ગૌમાતા નાં આરોગ્ય માટે રૂ.૬૦ હજાર ની સખાવત અપૅણ કરી.

પાટણ તા.૧૮
સિધ્ધપુર નાં જાણીતા ઉધોગપતિ અને ગુજરાત રાજ્ય જી આઈ ડી સી ના પૂર્વ ચેરમેન, સિધ્ધપુર નાં પૂર્વ ધારાસભ્ય,ગોકુલ રિફાઈનરી તેમજ ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટી ના ચેરમેન બલવંતસિંહ રાજપૂતે પોતાના ૬૦ માં જન્મ દિવસની ઉજવણી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે ઉજવી પોતાની ના જન્મ દિવસને યાદગાર બનાવ્યો હતો.

બલવંતસિંહ રાજપૂતે પોતાના જન્મ દિવસની ઉજવણી અંતર્ગત સિધ્ધપુર ની કામધેનુ ગૌ હોસ્પિટલ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. અને ગૌ હોસ્પિટલમાં આશ્રય મેળવી રહેલ ગૌમાતા નું પુજન અચૅન કરી વંદના સાથે ગૌ માતા ને લાડુ નો ભોગ ધરાવી ગૌ માતા ના આશીર્વાદ મેળવી ગૌ માતા નાં આરોગ્ય માટે રૂ.૬૦ હજારની સખાવત અપૅણ કરી પોતાનાં જન્મ દિવસની ઉજવણી ને યાદગાર બનાવી ધન્યતા અનુભવી હતી.

સિધ્ધપુર કામધેનુ ગૌ હોસ્પિટલ ખાતે બલવંતસિંહ રાજપૂત દ્વારા પોતાના ૬૦ માં જન્મ દિન પ્રસંગે આયોજિત સેવાકીય કાર્ય પ્રસંગે ગૌ હોસ્પિટલમાં ગૌમાતા ની આરોગ્યની સેવા કરતા વેટરનરી તબીબો,ગૌ હોસ્પિટલ નાં સંચાલકો સહિત આમંત્રિતો નો બલવંતસિંહ રાજપૂત દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.