ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ કલાકૅ ની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને હજુ સુધી નિમણૂક ઓર્ડરો નથી મળ્યા.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ કલાકૅ ની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને હજુ સુધી નિમણૂક ઓર્ડરો નથી મળ્યા.

પાટણ નાં ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી ને પત્ર લખી ઉમેદવારો ને નિમણૂક ઓર્ડરો તાત્કાલિક આપવા રજૂઆત કરાઈ..

પાટણ તા.૧૮
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી ક્લાર્કની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને તેમના નિમણૂક ઓર્ડરો વહેલામાં વહેલી તકે આપવાની રજૂઆત પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલે બુધવારના રોજ પત્ર દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને કરવામાં આવી છે.

પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ દ્વારા મુખ્યમંત્રીને લખાયેલા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી ક્લાર્કની પરીક્ષામાં 4500 જેટલા ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી હોય પરીક્ષા ની સાથે સાથે બીજા તબક્કાની સી.પી.ટી. નાં ટેસ્ટ પણ ઉમેદવારો ના ત્રણ ત્રણ વખત યોજવામાં આવ્યા છે જેનું પરિણામ પણ તા ૯/૭/૨૦૨૨ ના રોજ જાહેર કરવામાં આવ્યું છે અને આ માટે જરૂરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને વિભાગ પસંદગી માટે ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે છતાં આ ઉમેદવારો ને આજ દિન સુધી તેમનાં નિમણૂક ઓડૅરો કરવામાં આવ્યા નથી ત્યારે આ બાબતે તાત્કાલિક નિર્ણય લઈને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી કલાકૅ ની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને તેમના નિમણૂક ઓડૅરો તાત્કાલિક ધોરણે આપવામાં આવે તેવી રજૂઆત તેઓ દ્વારા મુખ્યમંત્રી ની કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.