ખાનપુરડા ગામે ભાજપ કાયૅકરના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લેતા કે.સી.પટેલ…

ખાનપુરડા ગામે ભાજપ કાયૅકરના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લેતા કે.સી.પટેલ…

પાટણ તા.૧૮
પાટણ વિધાનસભા વિસ્તારના ખાનપુરડા ગામની ગુરૂવારના રોજ ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલે મુલાકાત લીધી હતી તેઓએ પોતાની મુલાકાત દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માનસિંહભાઈ ચૌધરીના આમંત્રણ ને માન આપીને તેઓના નિવાસ સ્થાને જઈ પરિવાર સાથે મુક્તમને વાતો કરી હતી. ભારતીય જનતા પાર્ટીના અદના કાયૅકર માનસિંહભાઈ ચૌધરી પરિવારે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ નું ઉષ્માભેર સ્વાગત કરી આવકાર્યા હતા.

કે સી પટેલ ની શુભેચ્છા મુલાકાત દરમિયાન પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ,જિલ્લા પંચાયત સદસ્ય દિલીપભાઈ દેસાઈ, પાટણ તાલુકા ભાજપ મહામંત્રી હરિભાઇ પટેલ, હરિભાઈ ભરવાડ અનાવાડા, ગોવિંદભાઈ ચૌધરી
-દુધારામપુરા, સહિત ના આગેવાનો કાર્યકરો સાથે રહ્યા હતા.