પાટણના રતનપોળ વિસ્તારમાં બોરડીના પાડામાં જજૅરિત મકાનની દિવાલ ધરાસાયી બનતા અફડા તફડી મચી..

પાટણના રતનપોળ વિસ્તારમાં બોરડીના પાડામાં જજૅરિત મકાનની દિવાલ ધરાસાયી બનતા અફડા તફડી મચી..

જાન હાની ટળતા વિસ્તારના રહીશો એ હાસકારો અનુભવ્યો..

ચિફ ઓફિસર દ્વારા મકાન માલિકને નોટિસ પાઠવી જજૅરિત મકાન ઉતારી લેવા ફરજ પડાશે..

પાટણ તા.૧૮
પાટણ શહેરના મહોલ્લા, પોળો અને સોસાયટી વિસ્તારમાં જર્જરીત બનેલા મકાનો ચોમાસામાં વરસાદી પાણીના ભેજના કારણે ધરા સાહી બનતા હોવાની ઘટનાઓ અવાર નવાર પ્રકાશમાં આવી રહી છે.
ત્યારે ગુરૂવારના રોજ શહેરના રતનપોળ વિસ્તારમાં આવેલ બોરડીનો પાડામા બાળા મેડિકલ ની બાજુમાં એક જજૅરીત બનેલાં મકાનની દીવાલ ધરાશાયી થતાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.જોકે કોઈ પણ પ્રકારની જાનહાની ન થતાં લોકો એ હાસકારો અનુભવ્યો હતો.

ઉપરોક્ત મકાનની દિવાલ ધરાસાઈ થઈ હોવાની જાણ પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ભરતભાઈ ભાટિયાને થતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ નગરપાલિકાના ચીફ ઓફિસર ને ફોન કરી ધટનાની જાણ કરતા તેઓ દ્વારા મકાન માલિક ને નોટીશ આપી જર્જરિત દીવાલ તોડી પાડવા ફરજ પાડવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી.
પાટણ શહેરના મહોલ્લા, પોળો અને સોસાયટી વિસ્તારમાં જજૅરિત મકાનો ચોમાસા દરમિયાન ધારસાયી બની કોઈ દુર્ઘટના સર્જે તે પહેલા આવા જર્જૅરિત મકાનો ઉતારી લેવાની પાલિકા તંત્ર દ્વારા મકાન માલિકોને ફરજ પડાઈ તેવી માંગ શહેરીજનોમાં પ્રબળ બનવા પામે છે.