જન્માષ્ટમી પવૅ પ્રસંગે ઝીણીપોળ રામજી મંદિર ખાતે સત્યનારાયણની કથા સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો..

જન્માષ્ટમી પવૅ પ્રસંગે ઝીણીપોળ રામજી મંદિર ખાતે સત્યનારાયણની કથા સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો..

બાળકો દ્વારા મટકીફોડ ઉત્સવ સાથે નંદ ઘેર આનંદ ભર્યો નાં ગગનભેદી નારા ગુંજયા..

પાટણ તા.૨૦
જન્માષ્ટમી નાં પાવન પર્વ ની ઉજવણી ને યાદગાર બનાવવા પાટણ શહેરના ઝીણપોળમાં આવેલ રામજી મંદિર ખાતે ભક્તજનો દ્વારા કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી સાથે ભગવાન સત્યનારાયણ ની કથા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

સત્યનારાયણની કથાના યજમાન પદે અંબાલાલ ગોવાભાઈ પટેલ પરિવારે લ્હાવો લીધો હતો.કથા પૂણાર્હુતિ બાદ મંદિર પરિસર ખાતે ભજન કીર્તન કરાયા હતા જેમા ન્યુ.પટેલ વૃંદ ઓરકેસ્ટા ના તાલે ભક્તો ભક્તિ નાં રંગે ઝૂમયા હતા. રાત્રે 12 વાગે બાલ કૃષ્ણની આરતી કરી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદથી ભગવાન કૃષ્ણ ના જન્મોત્સવ ની ઉજવણી કરી બાલ કૃષ્ણ નું પારણું ઝુલાવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
કૃષ્ણ જન્મોત્સવ બાદ બાળકો દ્વારા મંદિર પરિસર માં મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો .જેમાં વિસ્તારના રહિશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન પ્રસાદ નો લાભ લઇ કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી ને યાદગાર બનાવી હતી.