પાટણના મોટા નાયતા ગામેથી ૭ ફુટ લાંબા અજગરને રેસકયુ કરી પકડી લેવાયો..

પાટણના મોટા નાયતા ગામેથી ૭ ફુટ લાંબા અજગરને રેસકયુ કરી પકડી લેવાયો..

પકડાયેલાં અજગર ને સુરક્ષીત જગ્યાએ છોડી મુકાયો…

પાટણ તા.૨૦
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામે આવેલ વિક્રમજી પરબતજીના ખેતરમાં ઘર ની પાછળ અજગર જોવા મળતા પરિવારજનો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
અજગર નાં મામલે પરિવાર દ્વારા ગામ ના યુવાન ને જાણ કરતાં યુવાનોએ સાપ પકડવામાં માહિર ગામના ગોપાલભાઈ ગોસ્વામી નો સંપકૅ કરતા તેઓએ ધટના સ્થળે પહોંચી ભારે જહેમત સાથે અજગરને પકડી લેતાં પરિવારજનો એ હાસકારો અનુભવ્યો હતો.. પકડાયેલાં અજગરની લંબાઈ આશરે 7 ફુટની હોવાનું યુવાનો એ જણાવ્યું હતું.પકડાયેલા વિશાળકાય અજગરને જોવા ગ્રામજનો ઉમટી પડ્યા હતા.
બાદમાં પકડાયેલા અજગરને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો હોવાનું ગ્રામજનો એ જણાવ્યું હતું.