સિધ્ધપુર નાં સેદ્રાણા ગામે પ્રથમવાર ગામનાં યુવાનો અને મહિલા મંડળ દ્વારા જન્માષ્ટમી પર્વ ઉજવાયો..

સિધ્ધપુર નાં સેદ્રાણા ગામે પ્રથમવાર ગામનાં યુવાનો અને મહિલા મંડળ દ્વારા જન્માષ્ટમી પર્વ ઉજવાયો..

પ્રથમવાર આયોજિત જન્માષ્ટમી પર્વ ને યાદગાર બનાવવા ગ્રામજનો સહિયોગી બન્યા..

પાટણ તા.૨૧
જન્માષ્ટમી પર્વ ની પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ પાવન પવૅ પ્રસંગે પાટણ જિલ્લા નાં સિદ્ધપુર તાલુકાના સેદ્રાણા ગામના સિધેશ્વર મહાદેવ મંદિર ખાતે જન્માષ્ટમી નિમિતે ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતું.

જન્માષ્ટમી નાં ઉત્સવને લઈને ગામના યુવાન મિત્રો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને નાટક સાથે મહિલા મંડળ દ્વારા ભજન અને મટકીફોડ નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.જન્માષ્ટમી પર્વ નિમિત્તે સૌ પ્રથમવાર ગામનાં યુવાનો અને મહિલા મંડળ દ્વારા આયોજિત કૃષ્ણ જન્મોત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમો ને ગ્રામજનો દ્વારા સુંદર સહકાર પ્રાપ્ત થતાં જન્માષ્ટમી પર્વ યાદગાર બન્યો હતો.