બોલો કોંગ્રેસ સરકાર ચુંટણી ઢંઢેરો ૨૦૨૨ ને લઈને કોંગ્રેસ મેનિફેસ્ટો કમિટી ના ચેરમેને પાટણ વિધાનસભા નાં સુચનો મેળવ્યા..

બોલો કોંગ્રેસ સરકાર ચુંટણી ઢંઢેરો ૨૦૨૨ ને લઈને કોંગ્રેસ મેનિફેસ્ટો કમિટી ના ચેરમેને પાટણ વિધાનસભા નાં સુચનો મેળવ્યા..

પાટણ અને સિધ્ધપુર નાં ધારાસભ્યો દ્વારા પોતાના મતવિસ્તારની જરૂરિયાત બાબતે સુચનો રજુ કયૉ..

પાટણ તા.૨૧
ગુજરાત વિધાનસભા 2022 માટે પાટણ જિલ્લા ના પ્રશ્નો નો સમાવેશ રાજ્ય ના ચુંટણી ઢંઢેરા માં કરવાનો હોવાથી રવીવાર નાં રોજ કોંગ્રેસ મેનિફેસ્ટો કમિટીના ચેરમેન દિપકભાઈ બાબરીયા, ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી,ડો.કિરીટ પટેલ, ચંદનજી ઠાકોર સહિતના આગેવાનો ની ખાસ ઉપસ્થિત વચ્ચે યુનિવર્સિટી નાં રંગભવન હોલ ખાતે પાટણ વિધાન સભા વિસ્તારનાં સૂચનો મેળવવામા આવ્યા હતા.

રંગભવન હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં વડગામ નાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી એ કોંગ્રેસ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા ગુજરાત ની વિભાવનાને ચરિતાર્થ કરવા જે મેનિફેસ્ટો કાયૅક્રમ શરૂ કર્યો છે તેની સરાહના કરી પાટણ પંથકમાં ભાજપ સરકાર નાં શાસનમાં પીવાના પાણી,આરોગ્ય, શિક્ષણમાં ભષ્ટ્રાચાર, વંચિતો નાં વણ ઉકેલાયેલા પ્રશ્નો બાબતે જણાવ્યું હતું.

પાટણ નાં ધારાસભ્ય ડો કિરીટ પટેલે સુચન કરતા જણાવ્યું હતું કે ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં સદંતર નિષ્ફળ નીવડી છે,તો યુનિવર્સિટી નાં ભ્રષ્ટાચારો એ પણ માઝા મુકી છે ત્યારે ૨૦૨૨ માં કોંગ્રેસ ની સરકાર આવે તો આ સમસ્યા બાબતે નક્કર કામગીરી કરવામાં આવે તેવું સુચન કર્યું હતું તો સિધ્ધપુર નાં ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પોતાના મતવિસ્તારના સુચનો રજુ કરતાં જણાવ્યું હતું કે છેલ્લા ૨૭ વષૅ થી ગુજરાત માં ભાજપનું શાસન છે છતાં માતૃગયા તિથૅ સિધ્ધપુર નો સમાવેશ યાત્રા વિકાસ નિગમ માં સમાવેશ કરવામાં આવ્યો નથી તો સિધ્ધપુર માં પાંચ સ્વયંભૂ મહાદેવના મંદિરો આવેલા છે તેનો પણ ભાજપ સરકાર દ્વારા ફક્ત ચુંટણી સમયે લાભ ઉઠાવવા ઉપયોગ કરે છે.સિધ્ધપુરની સરસ્વતી નદી માં બારે માસ પાણી વહેતું રહે તે માટે પણ ભાજપ સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. ભાજપ શાસિત નગરપાલિકા પણ શહેરીજનો ની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં નિષ્ફળ નિવડી છે.

સિધ્ધપુર માં ખેલાડીઓ માટે કોઈ રમત ગમત માટે સ્પોર્ટ્સ સંકુલ પણ નથી.તેઓએ સરસ્વતી તાલુકા નુ સ્વતંત્ર એપીએમસી બિલ્ડીંગ ન હોવાનાં કારણે પાટણ માર્કેટયાર્ડ માથી તમઃમ વહીવટ થતો હોવા સાથે નાં પોતાના સુચનો રજુ કરી આગામી ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ નું શાસન બને તો ઉપરોક્ત સુચનો નો અમલ કરી સિધ્ધપુર વિધાનસભા વિસ્તાર નાં વિકાસ માટે તેઓએ જણાવ્યું હતુ.