પાટણ ના ભૈરવ મંદિર રોડ પર આવેલ ત્રિમંદિર નો પ્રથમ વાર્ષિક પાટોત્સવ ઉજવાયો..

પાટણ ના ભૈરવ મંદિર રોડ પર આવેલ ત્રિમંદિર નો પ્રથમ વાર્ષિક પાટોત્સવ ઉજવાયો..

મંદિર પરિસર ખાતે મહા આરતી સહિત ભજન ભકિત સાથે વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યા..

પાટણ તા.૨૨
પાટણ શહેરના ભૈરવ મંદિર રોડ પર આવેલ ત્રિમંદિર પરિસર નો પ્રથમ વાર્ષિક પાટોત્સવ રવિવારના રોજ ભક્તિ સભર માહોલમાં ત્રિમંદિર યુવક મંડળ ના સેવાભાવી યુવાનો તેમજ વિસ્તારના ભક્તિ પ્રિય નગરજનોના સુદર સાથ સહકાર વચ્ચે ઉજવવામાં આવ્યો હતો.

ત્રિમંદિર નાં પ્રથમ વાર્ષિક પાટોત્સવ નિમિત્તે મંદિર પરિસર ને રંગબેરંગી ફુલો થી સજાવવામાં આવ્યું હતું તો મંદિર પરિસર માં સ્થાપિત કરાયેલ વિવિધ દેવી દેવતાઓની ફોટો પ્રતિમા ને પણ સુંદર આંગી રચના કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે સાંજે મહાઆરતી તેમજ રાત્રે શ્રી સાંઈ ભજન મંડળ નાં કલાકારો દ્વારા ભક્તિ સંગીત નાં સુમધુર સુરો વચ્ચે ભંજન કિતૅન ની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણ ભકિતમય બનાવતાં ઉપસ્થિત ત્રિમંદિર યુવક મંડળ નાં સેવાભાવી યુવાનો સહિત વિસ્તારના રહીશો ઝુમી ઉઠ્યા હતા. ત્રિમંદિર નાં પ્રથમ વાર્ષિક પાટોત્સવ પવૅને યાદગાર બનાવવા સૌ ભક્તોએ જહેમત ઉઠાવી હતી.