કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સહિત રાજકીય સામાજિક આગેવાનો એ સમરસતા ભોજન ગ્રહણ કર્યું..

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સહિત રાજકીય સામાજિક આગેવાનો એ સમરસતા ભોજન ગ્રહણ કર્યું..

પાલિકાના પૂર્વ પ્રમુખ દેવજીભાઈ પરમાર સહિત પરિવાર દ્વારા કેન્દ્રીય મંત્રી સહિત ઉપસ્થિત સૌને ઉષ્માભેર આવકાયૉ..

પાટણ તા.૨૨
પાટણ જિલ્લા નાં પ્રવાસે આવેલાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પોતાના પ્રવાસના રવિવારના પ્રથમ દિવસે વિવિધ કાર્યક્રમો માં હાજરી આપ્યા બાદ રાત્રી સમરસતા નું ભોજન પાટણ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને નૂતન વિનય મંદિર વિદ્યાલય નાં મુખ્ય ટ્રસ્ટી દેવજીભાઈ પરમાર નાં નાનીસરાઈ ખાતે નાં નિવાસ સ્થાને લેવાં માટે પધાયૉ હતા.

સમરસતા ભોજન માટે પધારેલા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ નું દેવજીભાઈ પરમાર સહિત તેમનાં પરિવારજનો અને સગા સંબંધીઓ સ્નેહી મિત્રો સાથે પાટણના રાજકિય સામાજિક આગેવાનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરી આવકાર્યા હતા. પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવજીભાઈ પરમાર નાં પરિવારજનો સાથે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સહિતના રાજકીય સામાજિક આગેવાનો એ સમૂહ ભોજન ગ્રહણ કરી સમરસતા ની વિભાવનાને ચરિતાર્થ કરી હતી.

આ સમરસતા ભોજન પ્રસંગે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોર, પૂર્વ પ્રદેશ ભાજપના મહામંત્રી કે સી પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, પ્રદેશ ભાજપના આગેવાન નંદાજી ઠાકોર, પાટણના પૂર્વ ધારાસભ્ય રણછોડભાઇ દેસાઇ, ગાંધીનગર પ્રભારી મોહનભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્ર્વરી, પાટણના જાણીતા બિલ્ડર બેબાભાઈ શેઠ, પૂર્વ પાલિકા પ્રમુખ મનસુખભાઇ પટેલ,ડો.જે.કે.પટેલ સહિતના રાજકીય,સામાજિક આગેવાનો, નગરપાલિકાના કોર્પોરેટરો,પત્રકારો સહિતના ઓનો દેવજીભાઈ પરમાર સહિત તેમનાં પરિવારજનો દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.