પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે શહેર નાં શિવાલયો માં નયનરમ્ય આંગીઓ અન્નકુટ સાથે ધાર્મિક ઉત્સવો ઉજવાયા..

પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે શહેર નાં શિવાલયો માં નયનરમ્ય આંગીઓ અન્નકુટ સાથે ધાર્મિક ઉત્સવો ઉજવાયા..

પાટણ તા.૨૨
શ્રાવણ માસના અંતિમ સોમવારે પાટણ શહેરના વિવિધ શિવાલયોમાં શિવભક્તો દ્વારા ભગવાન શિવજીના મંદિર પરિસર ને વિવિધ આંગી રચનાઓ સાથે અન્નકૂટ ભરી ધાર્મિક ઉત્સવોની ઉજવણી ભક્તિ સભર માહોલમાં કરવામાં આવી હતી.

શ્રાવણ માસના છેલ્લા સોમવારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાનાં શિવમંદિરોમાં શિવભક્તો દ્વારા વહેલી સવારથી જ ભગવાન શિવની પૂજા અર્ચના અને અભિષેક કરી ધન્યતા અનુભવી હતી તો શિવ ભક્તો દ્વારા શહેરના શિવ મંદિરોને વિવિધ આંગી રચના સાથે અન્નકૂટ ભરી ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા.
પાટણ શહેરના પારેવા સર્કલ નજીક કોટેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે ભગવાન સન્મુખ ભવ્ય અન્નકૂટ ભરી મંદિર પરિસર ને વિવિધ ફુલોની આંગી રચના સાથે ૧૦૮ દીવા ની મહા આરતી સહિત ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા.આ પ્રસંગોને મંદિર નાં પુજારી હષૅદભાઈ રાવલ, શિવભક્ત મયુરભાઈ પટેલ સહિતના ભક્તો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.તો શહેરના બગેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે ચલણી નોટો ની આંગી સાથે મંદિર ને શુસોભિત કરવામાં આવ્યું હતું.જયારે શહેરના ત્રિપુરેશ્ર્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શિવ ભક્તો દ્વારા દેશ વિદેશ નાં રંગબેરંગી ફૂલોથી સણગાર કરી સુંદર આંગી રચના સાથે બાર જ્યોતિર્લિંગ ની રચના કરવામાં આવી હતી.
આમ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવ ભક્તો દ્વારા શિવ મંદિરોમાં ભકિત સભર માહોલમાં ધાર્મિક ઉત્સવો ની ઉજવણી કરવામાં આવી હતી.