ચંદ્રુમણા ગામે લમ્પી ગ્રસ્ત ગૌ માતાઓ માટે ઔષધ યુક્ત 100 કિલો લાડું તૈયાર કરાયા..

ચંદ્રુમણા ગામે લમ્પી ગ્રસ્ત ગૌ માતાઓ માટે ઔષધ યુક્ત 100 કિલો લાડું તૈયાર કરાયા..

સેવા પરમો ધર્મ ગૃપ ચંદ્રુમણા નાં સેવાભાવી યુવાનો ની ગૌસેવા ગ્રામજનો માં સરાહનીય બની..

પાટણ તા.23
પાટણ જિલ્લા નાં કેટલાક પંથકોમાં લંપી નામનાં વાયરસે ગૌમાતા ઓને ભરડામાં લીધા છે જેને લઇને ગૌમાતા ઓ ત્રસ્ત બની છે જિલ્લા નાં પશુપાલન વિભાગના અધિકારી સહિત ટીમ દ્વારા લંપી ગ્રસ્ત ગૌ માતા ની વેટરનરી તબીબો મારફતે સારવાર કરવામાં આવી રહી છે.

પાટણ તાલુકા ના ચંદ્રુમાણા ગામે છેલ્લા પાંચ દિવસ થી ગૌ વંશમાં લંપી રોગે ભરડો લીધો છે. ત્યારે લંપી રોગ થી ત્રસ્ત ગૌ વંશ ને રાહત રહે તે હેતુ થી સેવા પરમો ધર્મ યુવા ગ્રુપ ચંદ્રુમાણા દ્વારા નિઃસ્વાર્થ ભાવે લમ્પી ગ્રસ્ત ગૌ માતાઓ માટે ઔષધ યુક્ત 100 કિલો લાડુ બનાવી લમ્પી ગ્રસ્ત ગૌ માતા ને ખવડાવવામાં આવી રહ્યા છે. ચંદ્રુમણા ગામનાં સેવાભાવી યુવાનો દ્વારા બનાવવામાં આવેલા સેવા પરમો ધર્મ ગૃપ ની લમ્પી ગ્રસ્ત ગૌ માતાઓ માટે કરાતી નિસ્વાર્થ સેવા ગ્રામજનો માં સરાહનીય બનવા પામી છે.