શ્રાવણ માસના અંતિમ સોમવારે શ્રી અખંડેશ્વર મહાદેવ મંદિર ખાતે ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરાઇ..

શ્રાવણ માસના અંતિમ સોમવારે શ્રી અખંડેશ્વર મહાદેવ મંદિર ખાતે ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરાઇ..

મંદિર પરિસર ખાતે 56 ભોગ નો અન્નકૂટ અને 108 દીવા ની મહા આરતી સહિત ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યા..

સોસાયટીના રહીશો સહિત આજુબાજુના રહીશો સાથે શિવ ભક્તો એ ધાર્મિક પ્રસંગનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી..

પાટણ તા.23
પાટણ શહેર નાં વિવિધ શિવ મંદિરોમાં પવિત્ર શ્રાવણ નાં પ્રારંભ થી જ શિવ ભક્તો દ્વારા ભગવાન ભોળાનાથ ની પુજા અર્ચના અને અભિષેક સાથે બિલીપત્ર પુજન જેવા ધાર્મિક કાર્યક્રમો ભક્તિ સભર માહોલમાં ઉજવવામાં આવ્યા છે ત્યારે શ્રાવણ માસ નાં અંતિમ સોમવારે શિવ ભક્તો દ્વારા શિવ મંદિરોમાં વિવિધ પ્રકારના મનોરથો સાથે ભગવાન ની સુંદર આંગી રચના, અન્નકુટ મહોત્સવ સાથે મહા આરતી જેવા ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા.

પાટણ શહેર નાં પદ્મનાભ ચાર રસ્તા નજીક નવીન રેડકોષૅ ભવનની સામે આવેલ અંખડ આનંદ સોસાયટી ખાતે નાં શ્રી અંખડેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શ્રાવણ માસના અંતિમ સોમવાર ના રોજ ભગવાન સન્મુખ 56 ભોગ નો અન્નકૂટ અને 108 દિવાની મહાઆરતી સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા.
શ્રી અખંડેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે આયોજિત આ ધાર્મિક પ્રસંગને લઈને સોસાયટી ના તમામ પરિવારો સહિત આજુબાજુ ની સોસાયટીના શિવ ભક્તોએ આ અન્નકૂટ અને મહા આરતીના દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

શ્રાવણ માસના અંતિમ સોમવારે આયોજિત આ અન્નકૂટ મહોત્સવ અને ભગવાન ની આગી સહિતના ધાર્મિક ઉત્સવો ને યાદગાર બનાવવા મંદિર ના પુજારી મયંકભાઇ સહિત અખંડ આનંદ સોસાયટી ના પ્રમુખ સંજયભાઈ સ્વામી, ભાવેશ ભાઈ મોદી, કેતનભાઈ પટેલ ,સુનિલભાઈ પટેલ બિપીનભાઈ પટેલ, આશિષભાઈ ઠક્કર સહિતના શિવ ભક્તો દ્વારા જહેમત ઉઠાવી હતી.