પાટણ લાયન્સ-લિઓ કલબ પરિવાર દ્વારા વડિલોને ધાર્મિક પ્રવાસ કરાવવામાં આવ્યો.

પાટણ લાયન્સ-લિઓ કલબ પરિવાર દ્વારા વડિલોને ધાર્મિક પ્રવાસ કરાવવામાં આવ્યો.

પાંચ મહાદેવ સહિત જગત જનની જગદંબા નાં દશૅન કરી વડિલો ધન્યભાગ બન્યા..

પાટણ તા.૨૪
પાટણમાં અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે ત્યારે સેવાકીય પ્રવૃત્તિ ની સાથે સાથે ધાર્મિક પ્રવાસ નાં આયોજનો કરતી લાયન્સ લીઓ કલબ ઓફ પાટણ ની પ્રવૃતિ સરાહનીય બનવા પામી છે.

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મંગળવારે નાં રોજ પાટણ લાયન્સ લિઓ ક્લબના સંયુક્ત ઉપક્રમે શહેરના વડીલો ને નિઃશુલ્ક શ્રી અંબાજી મંદિર સહિત પાંચ મહાદેવ મંદિર નો ધાર્મિક પ્રવાસ કરાવવામાં આવ્યો હતો જેમાં શહેરના ૫૨ (બાવન) જેટલા વડીલો જોડાયા હતા. લાયન્સ લિઓ ક્લબ દ્વારા આયોજિત આ ધાર્મિક પ્રવાસ માં વડિલોને શ્રી અંબાજી મંદિર સાથે પાંચ મહાદેવ પૈકી શ્રી વટેશ્ર્વર મહાદેવ,શ્રી કોટેશ્વર મહાદેવ,શ્રી ગંગેશ્ર્વર મહાદેવ(હાથીદરા) તથા શ્રી બાલારામ મહાદેવ મંદિર નાં દર્શનાર્થે લઈ જવામાં આવ્યા હતા.

લાયન્સ લિઓ પરિવાર પાટણ નાં સભ્યો દ્વારા દરેક મંદિરો માં વડીલો ને દશૅન માટે ખુબ સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.તો વડિલોને સવારે ચા પાણી નાસ્તો બપોર અને સાંજ નાં ભોજન ની પણ સુંદર વ્યવસ્થા સભ્યો દ્વારા કરવામાં આવતાં વડિલોએ લાયન્સ લિઓ ક્લબ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

પાટણ શહેરના વડિલો માટે આયોજિત કરાયેલા આ ધાર્મિક પ્રવાસ માં વડિલોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઉભી ન થાય તે માટે પ્રવાસમાં લાયન્સ ક્લબના પ્રમુખ ગોપાલસિંહ રાજપૂત,મંત્રી અમીષ મોદી, ડિસ્ટ્રિક ઓફિસર નટવરસિંહ ચાવડા, પ્રોજેક્ટ ચેરમેન ગૌરવ મોદી, ભદ્રેશ મોદી, દિલીપ પ્રજાપતિ યોગ ક્લબના સભ્યો લાલા ભાઇ દેસાઈ, રવિ પટેલ, રાજ મોદી પણ જોડાયા હતા.