પાટણ ના ઝુલેલાલ ભગવાનના મંદિર ખાતે 40 દિવસના ઉપવાસ સંપન્ન કરતો સિંધી પરિવાર..

પાટણ ના ઝુલેલાલ ભગવાનના મંદિર ખાતે 40 દિવસના ઉપવાસ સંપન્ન કરતો સિંધી પરિવાર..

સિંધી સમાજે ચાલીયા સાહેબ અને ઝુલેલાલ ભગવાનનાં દર્શન અને પુજા કરી ધન્યતા અનુભવી..

પાટણ તા.૨૪
પાટણ શહેરમાં વસતા સમસ્ત સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન ઝૂલેલાલ ના સ્થાનકે બુધવારના રોજ ઉપવાસની વિધિ વિધાનની પૂજા વિધિ સંપન્ન કરી હતી. છેલ્લા 8 વર્ષથી સિંધી સમાજના ભાઈઓ બહેનો દ્વારા પોતાના નિવાસ સ્થાને ચાલીયા સાહેબના 40 દિવસ ઉપવાસ ની આરાધના કરવામાં આવે છે. જેમાં પોતાના ઘર મંદિરના સ્થાનકોમાં મીઠા ભાત સહિત વિવિધ નૈવેધ ધરાવી ચાલીયા સાહેબની આરાધના કરવામાં આવી હતી.

ઝુલેલાલ મંદિર ખાતે 40 દિવસ તપની આરાધના કરનાર શ્રદ્ધાળુઓએ ચાલીયા સાહેબના 40 દિવસીય ઉપવાસ સમાપન પ્રસંગે ચાલ્યા સાહેબ સહિત ભગવાન ઝૂલેલાલનાં દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતા. આ કાર્યક્રમ માં ઝૂલેલાલ મંદિર ટ્રસ્ટી અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહી આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.