પાટણના પ્રખ્યાત સુખડીયા કાકાના ફરાળી ગોટા ની શ્રાવણ માસ માં લિજ્જત માણતાં પાટણ વાસીઓ..

પાટણના પ્રખ્યાત સુખડીયા કાકાના ફરાળી ગોટા ની શ્રાવણ માસ માં લિજ્જત માણતાં પાટણ વાસીઓ..

નરમ છતાં તેલ ના પકડે, આંબલીની ચટણી સાથે લોકો આંગળીઓ પણ ચાટી જાય છે.

શ્રાવણ માસમાં સુખડીયા કાકાના ફરાળી ગોટા ખાવા માટે લોકો ની ભીડ જામે છે.

શ્રાવણ માસ અને દર શનિવારે ઉપવાસ ના દિવસેજ ફરાળી ગોટા ની લારી કાઢવામાં આવે છે…

પાટણ તા.૨૪
શ્રાવણ માસમાં પાટણ શહેરમાં સુખડીયા કાકાના ગરમા ગરમ ફરાળી ગોટા ખાવાની એક અલગ જ મજા હોય છે પાટણ શહેર ના પ્રખ્યાત ફરાળી ગોટા માટે આખો શ્રાવણ માસ લોકો લારી ઉપર ભીડ જામે છે.
અહીં ફરાળી ગોટાની લિજ્જત માણવા આવેલા સ્વતંત્ર સ્વામી, નિલેશ પ્રજાપતિ, એ જણાવ્યું કે, આ સુખડીયા કાકા ના હાથ ના ગોટાની ખાસિયત છે કે, આ ફરાળી ગોટા આંબલીની ચટણી, પાપૈયાનું કચુંબર અને મરચા સાથે આપવામાં આવે છે. આ ફરાળી ગોટા નરમ હોય છે અને તેને ખાતી વખતે આંગળીઓમાં તેલ ચોંટતું નથી.અમે શ્રાવણ માસની સાથે સાથે વાર તહેવારે સુખડીયા કાકાના ફરાળી ગોટા ખાવા અચુક આવીએ છીએ.
પાટણ શહેરના ત્રણ દરવાજા પાસે છેલ્લા 15 વર્ષ થી શ્રાવણ માસ અને વાર તહેવારે જ ફરાળી ગોટા ની લારી લઈને ઉભા રહેતા સુખડીયા કાકા થી ફેમસ બનેલા હસમુખભાઈ ના ફરાળી ગોટા ખાવા માટે યુવાનો અને વૃદ્ધો મોટી સંખ્યામાં શ્રાવણ માસ અને દર શનિવારે લાઈનો લગાવે છે. શ્રાવણ માસ માં દરરોજના 15 થી 20 કિલો ફરાળી ગોટા નું વેચાણ થાય છે અને જે દિવસે વરસાદ હોય ત્યારે વધુ ફરાળી ગોટા નું વેચાણ થતું હોવાનું સુખડીયા કાકા એ જણાવ્યું હતું.

આ ફરાળી ગોટા 300 રૂ કિલોના ભાવે વેચાણ કરવામાં આવે છે વધુ માં તેઓએ જણાવ્યું હતું કે આ ફરાળી ગોટા ખાવા માટે દૂરદૂરથી લોકો આવે છે. શ્રાવણ માસ માં ફરાળી ગોટા ખાવા ની ભીડ હોય છે જેને લઈ મારા દીકરાઓ પણ મદદ માં આવે છે. આ ફરાળી ગોટા બનાવવા માટે, રાજગારનોલોટ, સિગોડાનોલોટ, સીંગદાણા, તેલ ,બટાકા, મીઠું, મરચું નો ઉપયોગ કરવામાં આવે છે. વર્ષોથી એક જ પ્રકારના ફરાળી ગોટા બનતાં હોવાના કારણે લોકો ને અમારા ફરાળી ગોટાએ ધેલું લગાડ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતુ.