દાતીવાડા ડેમના ત્રણ દરવાજા ખોલાતા બનાસવાસીઓમાં ખુશીની લહેર

દાતીવાડા ડેમના ત્રણ દરવાજા ખોલાતા બનાસવાસીઓમાં ખુશીની લહેર

બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ 2017 બાદ પ્રથમવાર છલોછલ ભરાતા દાંતીવાડા ડેમના દરવાજા પાંચ વર્ષ બાદ ખોલવામાં આવ્યા છે.

પાણીના તળ ઊંચા આવશે

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં અવિરત પણે પાણીની આવકને ચાલુ થતા દાંતીવાડા ડેમ છલોછલ ભર્યો છે. ડેમના ત્રણ દરવાજા ખોલતા તેને જોવા માટે મોટી સંખ્યામાં જનમેદની જોવા ઉમટ્યા હતી

રાજસ્થાનના માઉન્ટ આબુમાં ભારે વરસાદના કારણે બનાસ નદી બે કાંઠે વહેવા લાગી હતી. જેને લઈ દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે નદીમાં પૂર જેવી સ્થિતિ થતા દાંતીવાડા ડેમનું લેવલ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેના કારણે આજે દાંતીવાડા ડેમનું લેવલ 601 ફૂટે પહોંચતા ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યો હતો હવામાન વિભાગની આગાહી ઉપરવાસમાં ભારેથી અતિભારે વરસાદની પડતા બનાસ નદી ગાડી તૂર બની હતી, અને ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી અને હવે પાણીના તળ ઊંચા આવશે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે