પાટણ ના જગદીશ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે ૧૨ જ્યોતિર્લિંગ ની મંત્રોચ્ચાર વચ્ચે યજમાન પરિવારોએ પુજા કરી..

પાટણ ના જગદીશ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે ૧૨ જ્યોતિર્લિંગ ની મંત્રોચ્ચાર વચ્ચે યજમાન પરિવારોએ પુજા કરી..

પાટણના ધારાસભ્ય, યુજીવીસીએલ નાં અધીકારી સહિત નાં મહાનુભાવો એ ઉપસ્થિત રહી દશૅન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી

પાટણ તા.૨૫
ધમૉરણ્ય નગરી પાટણના જગદીશ મંદિર પરિસર ખાતે શ્રી જગદીશ મંદિર ટ્રસ્ટ અને શ્રી જગન્નાથ ભગવાન નાં ભક્તો દ્વારા દરેક ધાર્મિક ઉત્સવોની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે પવિત્ર શ્રાવણ નિમિત્તે બુધવારના પવિત્ર દિવસે જગદીશ મંદિર પરિસર ખાતે ભગવાન ભોળાનાથ ની આરાધના સાથે ૧૨ જ્યોતિર્લિંગ ની પૂજા ૧૨ યજમાન પરિવારો દ્વારા બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે કરવામાં આવી હતી.

જગદીશ મંદિર પરિસર ખાતે બુધવારને પ્રદોષ ના શુભ દિવસે સાંધ્ય સમયે આયોજિત કરવામાં આવેલ ૧૨ જ્યોતિર્લિંગ પુજા નાં ધાર્મિક પ્રસંગને લઈને સમગ્ર મંદિર પરિસર નું વાતાવરણ ભગવાન ભોળાનાથ ની ભક્તિમાં લીન બન્યું હતું. આ ધાર્મિક પ્રસંગે પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ, યુજીવીસીએલ ના વડા સુરજીત એ. ભટ્ટાચાર્યજી સહિત શહેરના અગ્રગણ્ય અધિકારીઓ,પધાકારીઓએ ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. જગદીશ મંદિર પરિસર ખાતે આયોજિત ૧૨ જ્યોતિર્લિંગ પુજા નાં ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા મંદિર ટ્રસ્ટ નાં મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાયૅ સહિતના ટ્રસ્ટી મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.