હાસાપુર ખાતે મારૂતિનંદન હનુમાનજી દાદાના મંદિરે 151 કિલો તલના તેલનો લઘુરૂદ્ર જપાત્મક અભિષેક કરાયો…

હાસાપુર ખાતે મારૂતિનંદન હનુમાનજી દાદાના મંદિરે 151 કિલો તલના તેલનો લઘુરૂદ્ર જપાત્મક અભિષેક કરાયો…

ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિતના રાજકીય સામાજિક આગેવાનો સાથે હનુમાન ભક્તો ઉપસ્થિત રહ્યા…

પાટણ તા.૨૫
શ્રાવણ મહિનામાં ધાર્મિક પ્રસંગોનું સવિશેષ મહત્વ રહેલું છે.અનેક ધાર્મિક ઉત્સવો પાટણ શહેરમાં ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ત્યારે દર વર્ષે પાટણ શહેરના હાંસાપુર ગામે આવેલ મારુતિનંદન હનુમાન દાદા ના મંદિરે શ્રાવણ વદ તેરસ ના દિવસે છેલ્લા 27 વર્ષથી 151 કિલો તલના તેલનો લઘુરૂદ્ર જપાત્મક અભિષેક કરવામાં આવે છે.

આજરોજ ગુરૂવારના રોજ મંદિર પરિસર ખાતે 151 કિલો તલના તેલનો લઘુરૂદ્ર જપાત્મક અભિષેક કરવામાં આવ્યો હતો.આ ધાર્મિક પ્રસંગે પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલ,શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, નગરપાલિકાના કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલ,કોર્પોરેટર દશરથજી ઠાકોર,વિઠ્ઠલભાઈ પટેલ,મગાજી ઠાકોર ડેર,જકસીજી ઠાકોર સહિતના આગેવાનો કાયૅકરો અને ભકતો ઉપસ્થિત રહ્યા હતા.
આ ધાર્મિક પ્રસંગમાં ઉપસ્થિત સૌએ મહંત જીજ્ઞેશગીરી જગદીશગીર બાપુના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી. આ ધાર્મિક પ્રસંગ માં ઉપસ્થિત મહાનુભાવોએ દાદાને તેલનો અભિષેક કરી દર્શન પ્રસાદનો લાભ લીધો હતો.