પાટણ ની શાતિનાથ સોસાયટી ના ગેરકાયદેસર દબાણ દૂર નહીં કરાતાં મહિલાઓએ પાલિકા પ્રમુખ ની ચેમ્બરમાં છુટ્ટી બંગડીઓ ફેકી..

પાટણ ની શાતિનાથ સોસાયટી ના ગેરકાયદેસર દબાણ દૂર નહીં કરાતાં મહિલાઓએ પાલિકા પ્રમુખ ની ચેમ્બરમાં છુટ્ટી બંગડીઓ ફેકી..

પાંચ પાંચ વખત પાલિકા ને રજુઆત કરવા છતાં આજદિન સુધી ગેર કાયદેસર નાં દબાણ દુર કરાતા નથી : મહિલાઓ..

સોસાયટી ની મહિલાઓ એ વિવિધ બેનરો સાથે પાલિકા કેમ્પસમાં આવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો..

પાટણ તા.૨૫
પાટણ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતાં સિધ્ધપુર ચાર રસ્તા નજીક ની શાંતિનાથ સોસાયટીના મુખ્ય માગૅ પરના ગેરકાયદેસર નાં દબાણો મામલે પાલિકા સમક્ષ પાંચ પાંચ વખત રજૂઆતો કરવા છતાં આજદિન સુધી પાલિકા દ્વારા આ ગેર કાયદેસર નાં દબાણ દુર કરવામા નહીં આવતાં ગુરૂવારના રોજ સોસાયટી વિસ્તાર ની મહિલાઓએ પાલિકા ખાતે આવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

પાટા નગરપાલિકા વિસ્તારની હદમાં આવેલ શાંતિ નાથ સોસાયટી માં ૧૩૦ રહેણાંક મકાનો આવેલા છે ત્યારે સોસાયટી નાં મુખ્ય માગૅ નજીક સરકારી નેળીયુ આવેલ છે.જે સોાસાયટીના એન.એ. નકશા મુજબ કાયદેસર રસ્તો સોસાયટીમાં આવવા જવા માટે નો છે. જે સોસાયટીમાં રહેતા રહીશો વર્ષોથી આવવા-જવા માટે ઉપયોગ કરે છે. પરંતુ હાલમાં આ રસ્તા પર કેટલાંક માથા ભારે વ્યકિતઓ દ્વારા ગેરકાયદેસર મકાન, દુકાન, ઓટલાઓ દિવાલો, વાડાઓ અને મોટા-મોટા પથ્થરોના ઢગલા કરી દબાણ કરેલ છે. જેના કારણે હાલમાં મુખ્ય રસ્તો એકદમ સાંકડો થઇ ગયેલ છે. જેથી સોસાયટીમાં રહેતાં રહીશોના બાળકો, વડીલો, બિમાર દર્દીઓ, સ્કૂલ રીક્ષા, આમ દરેક વ્યકિતને બહાર આવવા જવામાં ખૂબજ મુશ્કેલી પડે છે.

આ ગેર કાયદેસર નાં દબાણ દુર કરવા સોસાયટીના રહીશો દ્વારા આ દબાણ કરનાર વ્યકિતઓને મૌખિક રજૂઆત કરાતા આ માથાભારે ઇસમો દ્વારા રહિશો ને અપ શબ્દો બોલી ને મારવાની ધમકીઓ આપે છે.તો આ બાબતે સોસાયટીના રહીશો દ્વારા પાલિકા સત્તાધીશો સમક્ષ પાંચ પાંચ વખત રજૂઆતો કરવા છતાં આજદિન સુધી પાલિકા દ્વારા આ સોસાયટી વિસ્તાર નાં મુખ્ય માગૅ પર નાં ગેર કાયદેસર નાં દબાણ દુર કરવામા ન આવતાં ગુરૂવારના રોજ આ સોસાયટી વિસ્તાર ની મહિલા દ્વારા પાલિકા ખાતે વિવિધ બેનરો સાથે આવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો કેટલીક મહિલાઓ એ પાલિકા આ ગેર કાયદેસર નાં દબાણ દુર કરી શક્તી ન હોય તો લેખિતમાં આપે જેથી અમે આ દબાણ મામલે ગાંધીનગર જઈને રજુઆત કરી શકીએ તેવો બળાપો વ્યક્ત કરી પાલિકા પ્રમુખ ની ચેમ્બરમાં છુટ્ટી બંગડીઓ ફેકી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.