પાટણ નાં ધારાસભ્યે પોતાના જન્મ દિવસની ઉજવણીની અનોખી રીતે ઉજવવા જાહેરાત કરી..

પાટણ નાં ધારાસભ્યે પોતાના જન્મ દિવસની ઉજવણીની અનોખી રીતે ઉજવવા જાહેરાત કરી..

ધારાસભ્ય નાં જન્મ દિન પ્રસંગે શહેરના સાત જુદા જુદા સ્થળોએ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે..

૩૨ જેટલા તબીબો આ સેવા કેમ્પોમાં પોતાની સેવાઓ આપશે..

પાટણ તા.૨૫
પોતાના મત વિસ્તારના લોકોના પ્રશ્નો માટે સતત કાર્યરત રહેતા પાટણના ધારાસભ્ય ડૉ. કીરીટભાઇ પટેલનો આગામી તા.૨૮ ઓગસ્ટ નાં રોજ ૫૩ મો જન્મ દિવસ છે ત્યારે તેમણે પોતાનો જન્મ દિવસ એક અનોખી રીતે ઉજવવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલે પોતાના આગામી જન્મ દિને પાટણ શહેરના સુર્યાનગર ખોખરવાડા, બળીયાપાડો, મીરા દરવાજા, શ્રમજીવી, ટાંકવાડા અને રામનગર એમ કુલ ૭ સ્થળોએ નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનુ આયોજન કરી પોતાનાં જન્મદિન ની અનોખી ઉજવણી કરવાની જાહેરાત કરી છે. પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલે પોતાના જન્મ દિન પ્રસંગે આયોજિત નિઃશુલ્ક સવૅ રોગ નિદાન કેમ્પ નો લાભ લેવા પાટણની જનતાને અપીલ કરી તેઓનાં જન્મ દિવસની ઉજવણી માં સહભાગી બનવા પણ જણાવ્યું છે.

શહેરના સાત સ્થળે આયોજિત આ નિઃશુલ્ક સવૅ રોગ નિદાન કેમ્પમાં એક સ્ત્રી રોગ નિષ્ણાંત (ગાયનેક) ડૉકટર,બે ફીઝીશીયન ડૉકટર, એક બાળકોના ડૉકટર અને એક હાડકાના રોગના (ઓર્થોપેડીક) ડૉકટર હાજર રહી લોકોના રોગનું નિદાન કરશે. આ ઉપરાંત દરેક કેમ્પમા બે ફાર્માસીસ્ટ અને એક મેડીકલ ઓફિસર પણ ખાસ હાજર રહેશે. પાટણ શહેરમાં સાત અલગ અલગ સ્થળોએ યોજાનાર મફત સર્વરોગ નિદાન કેમ્પમાં કુલ 35 થી વધુ ડૉકટર્સ અને તેમનો સ્ટાફ હાજર રહી કેમ્પને સફળ બનાવશે તેવું.

ધારાસભ્ય ડો કિરીટ પટેલે જણાવ્યું હતુ. હાલમાં વાયરસ અને પાણી જન્ય રોગનો ફેલાવો છે. અને પ્રજા રોગથી પીડાઇ રહી છે ત્યારે ધારાસભ્ય ડૉ. કીરીટ પટેલની આવી માનવસેવાની સુવાસ પ્રજાના હૃદય સુધી પહોંચશે.
મોંઘવારીના કારણે આર્થિક ખેંચ અનુભવતા લોકો માટે આ નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ આર્શીવાદરુપ થશે. અમુક ક્ષેત્રમાં સામાન્ય દવાઓ પણ દર્દીઓને વિનામુલ્યે આપવામાં આવશે. ધારાસભ્યના જન્મ દિન પ્રસંગે આયોજિત આવા સેવાકાર્યથી પાટણની પ્રજાના મનમાં ધારાસભ્ય ડો.કીરીટ પટેલ માટે એક આગવુ સ્થાન ઉભું થયુ છે. લોકો તેને રાજકારણથી પર રહી આવકારી રહ્યા છે.