જૈનોના પવિત્ર પર્યુષણ પર્વ નો પ્રારંભ છતાં પાટણમાં કતલખાના અને નોન વેજ ની હોટલો ચાલુ રહેતાં જૈન સમાજની લાગણી દુભાઈ

જૈનોના પવિત્ર પર્યુષણ પર્વ નો પ્રારંભ છતાં પાટણમાં કતલખાના અને નોન વેજ ની હોટલો ચાલુ રહેતાં જૈન સમાજની લાગણી દુભાઈ

જિલ્લા પ્રશાસન દ્વારા જાહેરનામા નો ચુસ્ત અમલ કરાવે તેવી માંગ સાથે કલેકટર અને પાલિકા ને રજુઆત કરવામાં આવી..

પાટણ તા.૨૫
જૈનો ની તીર્થ નગરી પાટણ શહેરમાં ભક્તિ સભર માહોલમાં જૈનોના પવિત્ર પવૅ પર્યુષણ મહાપર્વનો બુધવારના રોજ થી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે આ પર્યુષણ નાં પાવન અવસરે પાટણ શહેરમાં કાયદેસર કે બિન કાયદેસર નાં ચાલતાં કતલખાનાઓ, નોન વેજ ની હોટલો,આમલેટ ઈંડા ની લારીઓ સદંતર બંધ રહે તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી તેનો ચુસ્ત અમલ કરાવે તેવી જૈન સમાજ દ્વારા જિલ્લા પ્રશાસન ને રૂબરૂ મળી લેખિતમાં તેમજ મૌખિક માં રજુઆત કરવામાં આવી હતી.છતા જૈન સમાજ ની રજૂઆત નાં પગલે પણ પર્યુષણ પર્વ શરૂ થયું હોવા છતાં શહેરમાં ખુલ્લેઆમ ચાલતાં કતલખાનાઓ, નોન વેજ ની હોટલો સહિત આમલેટ, ઈંડા ની લારી ચાલુ રહેતાં જૈન સમાજ ની લાગણી દુભાઈ છે ત્યારે ગુરુવારના રોજ જૈન સમાજ નાં આગેવાનો દ્વારા જિલ્લા પ્રશાસન દ્વારા પર્યુષણ મહાપર્વને ધ્યાનમાં રાખીને શહેરમાં ચાલતા કતલખાનાઓ,નોન વેજ ની હોટલો સહિત આમલેટ ઈંડા ની લારી બંધ કરાવવા પુનઃ કલેકટર કચેરી તેમજ પાલિકા ખાતે રજુઆત કરી હતી.