પાટણના ધારાસભ્ય પોતાના ૫૩માં જન્મ દિનની ઉજવણી નિઃશુલ્ક સવૅ રોગ નિદાન કેમ્પ સાથે શહેરના ખાડાઓ નું પુરાણ કરી કરશે..

પાટણના ધારાસભ્ય પોતાના ૫૩માં જન્મ દિનની ઉજવણી નિઃશુલ્ક સવૅ રોગ નિદાન કેમ્પ સાથે શહેરના ખાડાઓ નું પુરાણ કરી કરશે..

પાટણ વિધાનસભા વિસ્તાર ના ૧૧૦ ગામો પૈકી દરેક ગામમાં વિવિધ પ્રકારના ૧૦૦ વૃક્ષોનું રોપણ કરાશે..

પાટણની ૨૦ સંસ્થાઓ દ્વારા લોક સેવાનાં કાર્યો યોજી ધારાસભ્ય નાં જન્મ દિનની ઉજવણી માં સહભાગી બનશે..

પાટણ તા.૨૬
પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલે પોતાના ૫૩ માં જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવાનું નક્કી કર્યું હોય જે ઉજવણી થી પત્રકારો નાં માધ્યમથી પાટણ શહેરના નગરજનોને માહિતગાર કરવાનાં ઉદ્દેશ થી ગુરૂવારના રોજ પાટણ ધારાસભ્ય ડો કિરીટ પટેલ દ્વારા શહેરના નવા સર્કિટ હાઉસ ખાતે પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો સાથે બેઠક નું આયોજન કર્યું હતું.

પાટણ નાં ધારાસભ્ય ડો કિરીટ પટેલે પોતાના ૫૩ માં જન્મ દિન પ્રસંગે શહેરના સાત અલગ અલગ વિસ્તારમાં નિઃશુલ્ક સવૅ રોગ નિદાન કેમ્પ નું આયોજન કર્યું છે જે કેમ્પની દરેક વિસ્તારના કોંગ્રેસ નાં આગેવાનો ને સોંપવામાં આવી છે. સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ નાં સમય દરમિયાન આયોજિત આ નિઃશુલ્ક સવૅ રોગ નિદાન કેમ્પ માં પાટણના વિવિધ રોગોના જાણકાર ૭૦ થી વધુ તબિબ મિત્રો સાથે ૩૫ કેમિસ્ટો પોતાની સેવાઓ આપશે.
આ કેમ્પમાં તપાસ દરમિયાન કોઈ દર્દીની ગંભીર બીમારી ધ્યાનમાં આવશે તો આવા જરૂરિયાતમંદ દર્દીઓને કેમ્પમાં સેવા આપનાર તબીબો દ્વારા દર્દીના ઓપરેશન થી લઈને તમામ પ્રકારની જરૂરી મદદ પૂરી પાડવામાં આવશે.

આ નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પમાં દર્દીના નિદાન ની સાથે સાથે જરૂરિયાત મુજબની દવાઓ તેમજ બીપી, ડાયાબિટીસ નું ચેક અપ પણ નિઃશુલ્ક કરવામાં આવશે. તો નિઃશુલ્ક સવૅ રોગ નિદાન કેમ્પ ની સાથે સાથે પાટણ વિધાનસભા વિસ્તારમાં આવતાં ૧૧૦ ગામો પૈકી દરેક ગામમાં વડ, પીપળો અને ઉમરો જેવા ૧૦૦-૧૦૦ વૃક્ષોનું રોપણ કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કરવામાં આવશે. આ સાથે ધારાસભ્ય નાં જન્મ દિન પ્રસંગે ભાજપ શાસિત પાટણ નગરપાલિકા ની નિષ્ફળતા ને ધ્યાનમાં રાખીને ચોમાસા દરમિયાન ધોવાણ થયેલા અને ઉબડ ખાબડ બનેલાં શહેરના વિવિધ માર્ગો પર મીટ મિક્સ દ્વારા સમારકામની કામગીરી કરવામાં આવશે.

પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ નાં ૫૩ માં જન્મ દિવસની આ અનોખી ઉજવણી માં શહેરની વિવિધ સેવાકીય અને સામાજિક ૨૦ જેટલી સંસ્થાઓ દ્વારા પણ લોક સેવા નાં કાયૅક્રમો આયોજિત કરી સહભાગી બનનાર હોવાનું ઉપસ્થિત પત્રકારો સાથે ની બેઠકમાં ધારાસભ્ય ડો કિરીટ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. પાટણ નાં ધારાસભ્ય ડો કિરીટ પટેલ નાં અનોખા જન્મ દિવસની ઉજવણી ની માહિતી પ્રદાન કરવા નવા સર્કિટ હાઉસ ખાતે આયોજિત પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો ની બેઠક માં શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટીયા, ભાવિક રામી, ભુરાભાઈ સૈયદ, ઉસ્માન મન્સુરી,,શ્રવણજી ઠાકોર, મહિલા અગ્રણી ડો.કોકિલાબેન પરમાર, શાંતાબેન પ્રજાપતિ સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.