પાટણ શહેરના મીરા દરવાજા થી કુલડીવાસ તરફની ભૂગર્ભ લાઈનમાં ભંગાણ સજૉતા માગૅ પર મોટા ભુવો પડ્યો..

પાટણ શહેરના મીરા દરવાજા થી કુલડીવાસ તરફની ભૂગર્ભ લાઈનમાં ભંગાણ સજૉતા માગૅ પર મોટા ભુવો પડ્યો..

રહિશો દ્વારા પાલિકા સત્તાધીશો નું ધ્યાન દોરવામાં આવતાં સમારકામ માટે ટીમ કામે લગાડવામાં આવી..

પાટણ તા.૨૬
પાટણ શહેરનાં મીરા દરવાજા થી કુલડીવાસ તરફની ભૂગર્ભ ગટર લાઈન તૂટવાના કારણે માગૅ પર મોટો ભુવો પડતાં વિસ્તારના રહીશો માં ફફડાટ ફેલાયો હતો ત્યારે આ બાબતે પાલિકા તંત્ર નું ધ્યાન દોરવામાં આવતાં તંત્ર દ્વારા સમારકામ માટે ટીમ ને કામે લગાડવામાં આવી છે.

પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં પાલિકા દ્વારા કાયૅરત કરવામાં આવેલ ભૂગર્ભ ગટરની સુવિધા શહેરના મોટાભાગના વિસ્તારોમાં સમસ્યા રૂપ બની છે ત્યારે ચારેક દિવસ પહેલા શહેરના મીરા દરવાજા થી કુલડી વાસ તરફ જવાના માર્ગ પર ભૂગર્ભ ગટર ની મુખ્ય પાઈપ લાઈનમાં ભંગાણ સજૉતા રોડ પર મસ મોટો ભુવો પડતાં વિસ્તારના રહીશો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

ભૂગર્ભ ગટરની લાઈન તૂટી હોવાની સાથે માગૅ પર પડેલા મસમોટા ભુવા બાબતે વિસ્તારના રહીશો દ્વારા પાલિકા સત્તાધીશો ને અવગત કરતાં ગુરૂવારના રોજ પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર વિભાગના કમૅચારીઓ ને જરૂરી સાધન સામગ્રી સાથે ધટના સ્થળે મોકલી વિસ્તારના બન્ને તરફના માર્ગ ને બંધ કરી સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી.