પાટણ શહેરમા નોનવેજ હોટલના માલીકોને પર્યુષણ પર્વ માં પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોવાના મામલે આવેદનપત્ર અપાયું..

પાટણ શહેરમા નોનવેજ હોટલના માલીકોને પર્યુષણ પર્વ માં પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોવાના મામલે આવેદનપત્ર અપાયું..

નોન વેજ ની હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મુસ્લિમ વેપારીઓએ કલેકટર કચેરી માં રજુઆત કરી..

પાટણ તા.૨૬
પાટણ શહેરમાં નોન વેજ ની લોજ, હોટલ,ઈડા આમલેટ ની ખાણી-પીણીના વ્યવસાય સાથે સંકળાયેલા મુસ્લિમ વેપારીઓને પર્યુષણ પર્વ નાં નામે પોલીસ ખોટી રીતે હેરાન કરી ધંધા બંધ રાખવાની ફરજ પાડી ખોટી ફરિયાદ માં ફીટ કરી દેવાની ધમકી આપતાં હોવાની બાબતને લઈને શુક્રવારના રોજ મુસ્લિમ વેપારીઓએ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરી છે.

મુસ્લિમ વેપારીઓએ આપેલાં આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અમો કાયદેસર રીતે નોન વેજ નો વ્યવસાય ધંધો કરીએ છીએ. અમારા વ્યવસાયની અમોએ પાટણ નગરપાલિકા માં કાયદેસર રીતે ગુમાસ્તા ધારા અંતર્ગત નોંધણી કરાવેલ છે. અને દર વર્ષે નિયમીત નગરપાલિકામાં વ્યવસાયવેરો પણ ભરપાઇ કરીએ છીએ. પરંતુ તા. ૨૫/૦૮/૨૦૨૨ ને ગુરુવારના રોજ સાંજે ૭-૦૦ કલાકે અમો હોટલના માલીકોને પાટણ પોલીસ સ્ટેશન એ-ડીવીઝન બોલાવીને મૌખીક કહેવામાં આવેલ કે જૈન સમાજના પર્યુષણ હોવાના કારણે તા. ૩૧/૦૮/૨૦૨૨ સુધી નોન વેજ નો ધંધો બંધ રાખવા માટે દબાણ કરવામાં આવેલ. અને પોલીસે કહેલ કે જો નોન વેજ નો ધંધો ચાલુ રાખશો તો તમોને ખોટા કેસ કરી તમારી ઉપર કાર્યવાહી કરવામાં આવશે તેવી ધમકી આપેલ છે.ભારતીય બંધારણની કલમ-૧૯(૧)(જી) ના મુળભુત અધિકાર ઉપર કોઇપણ કાયદાના આધાર વીના તેને અમલમાં મુકી શકાય નહીં. કોઇપણ વસ્તુ ખાવાનો દરેકને સ્વતંત્રતાનો સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ રાઇટ ટુપ પર્સનલ લીબર્ટી (આર્ટીકલ ૨૧) હેઠળ આપેલ છે ત્યારે કોઇ ધર્મની લાગણી નો આધાર રાખીને બીજા લોકો ઉપર આવો પ્રતિબંધ મુકી શકાય નહીં. આવો પ્રતિબંધ લાદવો એ ભારતના બીનસાંપ્રદાયીકાતા ઉપર અને સમાજના અન્ય ધાર્મિક સ્વતંત્ર ઉપર તરાપ સમાન છે.

જેના અનુસંધાનમાં નામદાર ગુજરાત હાઇકોર્ટની સ્પટેશ્યલ સીવીલ એપ્લી.નં.૧૨૩૯૭ ૧૨ થી તેમજ ૧૨૪૦૭/૧૨ થી જે ગુજરાત હાઇકોર્ટમાં સીવીલ અપીલ દાખલ થયેલ તેના જજમેન્ટની કોપી સાથે આવેદનપત્ર સાથે મુસ્લિમ વેપારીઓએ રજુઆત કરી યોગ્ય કરવા જણાવ્યું હતું.