પાટણ શહેરના કલેકટર કચેરી તરફના મુખ્ય માર્ગ ઉપર રખડતા ઢોરોનો અડિંગો..

માગૅ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન
ચાલકો માટે રખડતા ઢોરો અકસ્માત રૂપ સાબિત બને તેવી સંભાવના.

પાટણ તા.૨૭
ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારને રખડતા ઢોરો પકડવા માટે ટકોર કરી છે. ત્યારે સરકાર દ્વારા નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોર પકડવા માટે સૂચના આપવામાં આવેલી હોવા છતાં પાટણ નગર
પાલિકામાં સરકારની આ સૂચના ની કોઈ જ અસર જોવા ન મળતી હોય તેમ શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોર અડીંગો જમાવીને ઉભા રહેતા જોવા મળી રહ્યા છે.
શહેરના વિવિધ મહોલ્લા પોળો અને સોસાયટી વિસ્તાર ની સાથે સાથે મુખ્ય બજાર સહિત મહત્વના લેખાવી શકાય તેવાં કલેકટર કચેરી નાં માગૅ પર સવારથી જ રખડતા ઢોરો નો જમેલો જામેલો જોવા મળી રહ્યો હોય છે.
તો આવા રખડતા ઢોરો માગૅ વચ્ચોવચ ઉભા રહેતા હોવાનાં કારણે માગૅ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ ને અવર જવરમાં પણ મુશ્કેલી ઊભી થતી હોય છે તો ક્યારેક આવા રખડતા ઢોરો રસ્તા વચ્ચે યુદ્ધે ચડતા અકસ્માત સજૉવાની સંભાવના પ્રબળ બનતી હોય છે છતાં આ માગૅ પરથી પસાર થતા અધીકારીઓ પણ રખડતા ઢોરો મામલે આંખ આડા કાન કરતાં હોવાથી પાલિકા તંત્ર પણ આ રખડતાં ઢોરોની સમસ્યા હલ કરવા ઢીલી નિતી અખત્યાર કરી રહ્યું હોય જેના આમ પ્રજામાં અધીકારીઓ સહિત પાલિકા સત્તાધીશો સામે નારાજગી પવૅતિ જોવા મળી રહી છે.
શહેર માં રખડતા ઢોર ની અડફેટે અનેક લોકો ઈજાગ્રસ્ત બનવાની સાથે મોતને ભેટ્યા હોવા છતાં નઘરોળ પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરો મામલે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી અને તેનો ભોગ પાટણ ની નિર્દોષ પ્રજા ને બનવું પડી રહ્યું છે.