ઉ.ગુ.માં પડેલ ભારેથી અતિભારે વરસાદને ધ્યાનમાં રાખીને સરકાર લીલો દુષ્કાળ જાહેર કરે : ચંદનજી ઠાકોર..

ઉ.ગુ.માં પડેલ ભારેથી અતિભારે વરસાદને ધ્યાનમાં રાખીને સરકાર લીલો દુષ્કાળ જાહેર કરે : ચંદનજી ઠાકોર..

સિધ્ધપુર નાં ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી ને પત્ર લખી ઉ.ગુ.મા લીલો દુષ્કાળ જાહેર કરવા રજૂઆત કરી..

પાટણ તા.૨૭
ચાલુ સાલે ગુજરાત રાજય તથા સમગ્ર દેશમાં ખુબજ પ્રમાણમાં વરસાદ થયેલ છે. ગુજરાત રાજયમાં પણ ૧૦૦% વરસાદ થયેલ છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સતત ત્રણ માસ જેટલો સમય વરસાદ થવાથી ખેડૂતો ખરીફ પાક જેવા કે, કઠોળ, બાજરી, કે અન્ય પાકો સતત વરસાદ વરસવાથી વાવેતર કરી શકેલ નથી અને જે પાકો જેવા કે કપાસ, અને મગફળી જેવા પાકોનું વાવેતર કરેલ હતું. તે પણ ભારે વરસાદ થવાથી પાકો બળી ગયેલ છે. આથી ખેડૂતોને પારાવાર નુકસાન થવા પામેલ છે. અને ખેડૂતો આર્થિક તકલીફો ભોગવી રહેલ છે. આથી ઉત્તર ગુજરાતના ખેડૂતોને સહાય રૂપ થવા તાત્કાલીક યુધ્ધના ધોરણે સરકાર સર્વે કરાવી ઉતર ગુજરાત માં લીલો દુષ્કાળ જાહેર કરે તેવી માંગ સાથે સિધ્ધપુર નાં ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા મુખ્યમંત્રી ને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાતના ખેડૂતોને તાત્કાલીક ભારત સરકારના નેચરલ કમીટી ફંડમાંથી ખેડૂતોને સહાય ચૂકવવાની કાર્યવાહી કરવી, ઉત્તર ગુજરાતના ખેડૂતોને પ્રધાન મંત્રી ફસલ વિમા યોજના નીચે કામ કરતી કંપનીઓને તાત્કાલીક સર્વે કરાવી જે પાકોને નુકસાન થયેલ છે. તેનું ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવાની પણ સિધ્ધપુર ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી ને લખાયેલા પત્રમાં માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે.