ભારે વરસાદ નાં કારણે રાધનપુર પંથકના આંતરિયાળ ગામો બેંટમાં ફેરવાતા લોકો ની હાલાકી વધી.

ભારે વરસાદ નાં કારણે રાધનપુર પંથકના આંતરિયાળ ગામો બેંટમાં ફેરવાતા લોકો ની હાલાકી વધી.

તંત્ર દ્વારા બેટમા ફેલવાયેલા આંતરિયાળ ગામો માં ભરાયેલા વરસાદી પાણી નો તાત્કાલિક નિકાલ કરે તેવી માંગ ઉઠી..

પાટણ તા.૨૭
પાટણ જિલ્લા નાં તાલુકા મથક રાધનપુર પંથકમાં સીઝનનો 138 ટકા થી વધુ વરસાદ વરસતા તાલુકાના કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા હોવાની બુમરાડો ઊઠવા પામી છે.જ્યારે તાલુકાના અલ્હાબાદ ગામનું તળાવ ઓવરફલો થતા ગામમાં પાણી ઘુસ્યા હતા જેને લઇને ગ્રામજનોને ભારે મુશ્કેલીમાં મુકાયા છે.


રાધનપુર તાલુકામાં ચોમાસા
માં 36 ઈંચ જેટલો વરસાદ પાડતા ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા છે. વરસાદ બંધ થયા ના 24 કલાક બાદ પણ અંતરિયાળ ગામોમાં પાણી ઓસર્યા નથી જેને લઇ ગામ લોકોને ભારે હાલાકીઓ વેઠવી પડી છે. તાલુકાના અલ્હાબાદ ગામના તળાવમાં આજુબાજુના ખેતરો માંથી વધુ પડતુ પાણી આવવાના કારણે ગામ તળાવ ઓવરફ્લો થવા પામ્યું હતું તળાવ ઓવર ફ્લો થતાં તળાવનું પાણી ગામના મુખ્ય માર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારના ઘરોમાં ભરાયા છે જેને લઈને ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
તળાવ ઓવરફ્લો થતાં તાલુકા મથકને જોડતા માર્ગો પર પણ પાણી ફરી વળતા લોકોને ગામ બહાર જવું મુશ્કેલ બન્યું છે. જ્યારે ગામમાં આવેલ શાળાના મેદાનમાં બે ફૂટ જેટલું પાણી ભરાતા બાળકોને શાળામાં આવું મુશ્કેલ બન્યું છે. ગામ તળાવ ઓવરફ્લો થતા ગામના ભરવાડ વાસ, ઠાકોર વાસ, પરમાર વાસ સહિતના વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે. જેને કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.


ગામની ચારે બાજુ પાણી ભરાતા એક ગામથી બીજે ગામ કામ અથૅ જવાના માર્ગો પાણીમાં ગરકાવ થયા છે જેને લઇને હાલ આ ગામ તાલુકાના મુખ્ય મથકથી સંપર્ક વિહોણું બન્યું છે જેથી ગ્રામજનોની હાલત કફોડી બની જવા પામી છે. ગામમાં ભરાયેલ પાણીનો તંત્ર દ્વારા તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે ત્યારે તંત્ર તાત્કાલિક ધોરણે આ પાણી નાં નિકાલ ની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવી લોકો ને મુશ્કેલી મુક્ત બનાવે તેવી માંગ ઉઠવા પામી છે.