પવિત્ર નોરતા તિથૅ ધામ ખાતે સંત સંમેલન સાથે ભકિત જ્ઞાન પ્રસંગ ની ઉજવણી કરવામાં આવી..

પવિત્ર નોરતા તિથૅ ધામ ખાતે સંત સંમેલન સાથે ભકિત જ્ઞાન પ્રસંગ ની ઉજવણી કરવામાં આવી..

સનાતન ધર્મ ની પરંપરા ને જાળવવાનું કામ સંતો મહંતો અને ભકત સમુદાય ની ફરજ છે : પ.પૂ.દોલતરામ બાપુ..

પાટણ તા.૨૮
શ્રાવણ માસ નાં અંતિમ દિવસે પાટણ સમીપ આવેલ પવિત્ર નોરતાતીર્થ ધામ ખાતે પરમ વંદનીય પ.પૂજ્ય સંત શિરોમણી શ્રી દોલતરામજી બાપુની છત્ર છાયામાં ભવ્ય સંત દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ સંત દશૅન નાં પવિત્ર પ્રસંગે સંત મહાપુરુષો માં ગીરીબાપુ- મડાણા, ગિરનારી મહારાજ પાલડી, મગળદાસ મહારાજ,ભક્તિરામ મહારાજ સંખારી, સૂફી સંત સૈયદ મહારાજ, સહિતના સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત સૌ સંતો મહંતો એ સત્સંગ સાથે સનાતન ધર્મ ની પરંપરા ને ઉજાગર રાખવા પોતાનુ જ્ઞાન પીરસી ઉપસ્થિત સૌ ભક્તોને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. નોરતા તિથૅ ધામના પરમ પૂજ્ય શ્રી દોલતરામજી મહારાજ સહિતના પરિવારજનો દ્વારા ઉપસ્થિત સર્વે સંતો મહંતો ને આવકારી ભગવાન ભોળાનાથ ના આશીર્વાદ અને પ્રેરણા સદાય સાધુ સમાજ પર રહે એવી કામના વ્યક્ત કરી સનાતન ધર્મ ની જ્યોતની પરંપરા ને સંતો મહંતો ભગતો ધર્મ પ્રેમી જનતા ને સાથે રાખી દેશની સંસ્કૃતિ ને આવનારી પેઢી ને ભેટ રૂપી આપવા અનુરોધ કરી સહુ એ સાથે મળી ને સનાતન ધર્મ ની જ્યોત પરંપરા ને ભારતમાતા ના બાળક બનીને પોતાની ફરજ સમજીને અદા કરવા જણાવી પોતાના રૂડા આશીર્વાદ આપ્યા હતા.

પાટણ સમીપ આવેલા શ્રી નોરતા તિથૅ ધામ ખાતે આયોજિત આ સંત દશૅન અને સંત જ્ઞાન નાં ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા પરમ પૂજ્ય સંત શ્રી દોલતરામ બાપુ ના પરિવારજનો સહિત સેવક ગણ પરિવારે જહેમત ઉઠાવી હતી.